બિહારના ગામડામાં ફસાઈ છે અગલે જનમ મોહે બિટિયા હી કીજોની લાલી સિંહ

07 April, 2020 02:28 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બિહારના ગામડામાં ફસાઈ છે અગલે જનમ મોહે બિટિયા હી કીજોની લાલી સિંહ

રતન રાજપૂત

કોરોના લૉકડાઉનને લીધે કલાકારો સહિત મોટા ભાગના લોકો પોતાની ગમતી ઍક્ટિવિટી કરવામાં મગ્ન બન્યા છે. સિરિયલોનાં શૂટિંગ અટકી ગયાં હોવાને લીધે ઍક્ટર્સ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ફૅન્સનું મનોરંજન કરી રહ્યા છે. જોકે આ ક્વૉરન્ટીન પિરિયડ દરેકને નથી ફળ્યો. જાણીતી ટીવી અભિનેત્રી રતન રાજપૂત અન્ય કલાકારોની જેમ ઘરમાં હોવાને બદલે બિહારના નાનકડા ગામમાં ફસાઈ ગઈ છે જ્યાં પૂરતી સુવિધા નથી.

રતને સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને આ વિશે કહ્યું કે ‘મારા ફોટોઝ જોઈને ઘણા મિત્રો, ચાહકો અને મીડિયા એ જાણવા માગતા હતા કે હું આવા સમયે ક્યાં છું અને એકલી કેમ છું. અમે કુલ ત્રણ જણ એક પ્રોજેક્ટ માટે બિહારના ગામમાં આવ્યા હતા, પણ લૉકડાઉનની જાહેરાત થતાં જ અમે સુરક્ષિત રહેવા માટે અહીં રોકાઈ ગયાં છીએ. તમને સૌને મારી વિનંતી છે કે સરકારની ગાઇડલાઇન મુજબ તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે તમે જ્યાં છો ત્યાં જ રહો. આ ખૂબ જરૂરી છે. લૉકડાઉનને આશીર્વાદ સમજીને સ્વીકારીએ.’

‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રતન રાજપૂત ‘રાધા કી બિટિયા કુછ કર દિખાએગી’, ‘બિગ બૉસ 7’, ‘સંતોષી મા’ જેવા શો કરી ચૂકી છે.

ratan rajput television news tv show