રસોડે મેં કૌન થા: આવ્યું 'રસોડે મેં કૌન થા'નું નવું વર્ઝન, જુઓ વીડિયો

26 October, 2020 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રસોડે મેં કૌન થા: આવ્યું 'રસોડે મેં કૌન થા'નું નવું વર્ઝન, જુઓ વીડિયો

કોકિલા મોદી (રૂપલ પટેલ)

તાજેતરમાં જ ટેલીવિઝન શૉ 'સાથ નિભાના સાથિયા'ના એક સીન પર બનાવવામાં આવેલો રૅપ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ ગીતમાં ડાયલૉગ 'રસોડે મેં કૌન થા'ની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ વીડિયોના વાયરલ થયા પછી અનાઉન્સમેન્ટ થઈ કે સાથ નિભાના સાથિયાની સીઝન 2 પણ આવવાની છે. સીઝન-2 આવ્યા પછી હવે 'રસોડે મેં કૌન થા'વાળા સીનનો પાર્ટ-2 આવી ગયો છે. આમાં ગઈ સીઝનની જેમ જ કોકિલાબેન વહુને વઢી રહ્યા છે.

જો કે, આ વખતે ચર્ચાનો વિષય ચણા નથી, પણ ઇંડા છે. આ વીડિયોમાં ખબર પડે છે કે ઇંડા નાખવાને કારણે કોકિલાબેન ગુસ્સે થઈ જાય છે. સ્ટાર પ્લસે બીજી સીઝનનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં 'રસોડે મેં કૌન થા'વાળો સીન ફરીથી ફિલ્માવવામાં આવ્યો છે. આ સીનમાં પહેલી સીઝનની જેમ કોકિલાબેન ગુસ્સે થઈ જાય છે અને ખાવામાં ઇંડા નાખવાને લઈને ગુસ્સે થાય છે. આ સીન પણ ખૂબ જ રસપ્રદ છે.

જણાવવાનું કે આ પહેલાની સીઝનમાં એડિટેડ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જે ખૂબ જ લોકપ્રિય થયો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર મીમ મટિરિયલ બની ગયો હતો અને ઘણાં દિવસ સુધી ટ્રેન્ડમાં રહ્યો હતો. હવે આ નવો વીડિયો પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને ચેનલ તરફથી શૅર કરવામાં આવેલા વીડિયોને 43 હજારથી વધારે વાર જોવામાં આવ્યો છે. આ વખતે તાજેતરમાં જ જોવા મળેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી, ગોપી વહુની પાત્રમાં જેવા મળે છે જે પાત્ર પહેલા જિયા માણેકે ભજવ્યું હતું.

શૉના અનેક પ્રોમો વીડિયો રિલીઝ થઈ ચૂક્યા છે શૉની છેલ્લી સીઝનને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો હતો અને હવે બીજી સીઝન પણ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે જે રીતે શૉનો આ વીડિયો વાયરલ થયો છે, તે રીતે સાથ નિભાના સાથિયાની બીજી સીઝન પણ લોકોને ગમે છે કે નહીં.

television news entertainment news devoleena bhattacharjee