રશ્મિ ગૌતમ બનશે લેસ્બિયન

14 November, 2019 10:20 AM IST  |  Mumbai | Rashmin Shah

રશ્મિ ગૌતમ બનશે લેસ્બિયન

રશ્મિ ગૌતમ

અનેક સુપરહિટ તેલુગુ અને તામિલ ફિલ્મો આપી ચૂકેલી રશ્મિ ગૌતમ હવે વેબ-સિરીઝમાં જોવા મળશે. રશ્મિ ગૌતમ એક એવી લેસ્બિયન યુવતીનું કૅરૅક્ટર કરશે જેના મનમાં ચોવીસ કલાક સેક્સના વિચારો ચાલે છે. રશ્મિ ગૌતમની આ વેબ-સિરીઝ નેટફ્લિક્સ માટે બનશે, જેનું ડિરેક્શન શેખર સૂરિ કરશે.
રશ્મિ ગૌતમ વેબ-સિરીઝ માટે તૈયાર હતી, પણ તેની ઇચ્છા ધમાકેદાર રોલ કરવાની હોવાથી તેણે ઍમેઝૉન પ્રાઇમની ‘ધી ફૅમિલીમૅન’ પણ નકારી કાઢી હતી. રશ્મિને રોલ સામે કોઈ વાંધો નહોતો અને એ જ કારણે તેને આ રોલ ઑફર થતાં તેણે તરત જ હા પાડી દીધી. ચોવીસ કલાક મનમાં કામુક વિચારો ચાલતા રહે તો એની કેવી અસર ઊભી થાય એ વાત વેબ-સિરીઝમાં કહેવામાં આવી છે.

Rashmin Shah