નાગીન 4માં જસ્મિન ભસીનનું સ્થાન લેશે રશ્મિ દેસાઈ?

09 March, 2020 09:28 PM IST  |  Mumbai Desk

નાગીન 4માં જસ્મિન ભસીનનું સ્થાન લેશે રશ્મિ દેસાઈ?

રશ્મિ દેસાઇ, જસ્મિન ભસીન

રશ્મિ દેસાઈ હવે ‘નાગીન 4’માં જસ્મિન ભસીનનું સ્થાન લે એવી ચર્ચા ચાલી રહી છે. રશ્મિ હાલમાં જ ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. ‘નાગીન 4’માં તે વિલનનાં પાત્રમાં જોવા મળે એવી શક્યતા છે. આ એક સ્ટ્રૉન્ગ પાત્ર રહેવાનું છે. મેકર્સની પણ એવી ઇચ્છા છે કે આ શોમાં રશ્મિની એન્ટ્રી થાય. વહેલી તકે તે આ શોમાં જોવા મળશે. જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ અને જસ્મિન ભસીને ‘દિલ સે દિલ તક’માં સાથે કામ કર્યું હતું. રશ્મિના ફૅન્સ માટે આ એક ગુડ ન્યુઝ કહી શકાય.

naagin rashami desai television news entertainment news