રામાયણના આ સીનમાં દાઝી ગયા હતા 'મંથરા'ના પગ, છતાં પૂરો કર્યો શૉટ

12 May, 2020 12:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રામાયણના આ સીનમાં દાઝી ગયા હતા 'મંથરા'ના પગ, છતાં પૂરો કર્યો શૉટ

લલિતા પવાર

રામાનંદ સાગરની રામાયણના દૂરદર્શન પર પુનઃપ્રસારણ બાદ સીરિયલની કાસ્ટ ફરી એકવાર ચર્ચામાં છે. હવે પાત્રોના અંગત જીવન સાથે જોડાયેલા ઘણાં રસપ્રદ તથ્યો સામે આવી રહ્યા છે. હવે તેમણે જણાવ્યું કે એકવાર મંથરા સેટ પર જોખમી થઈ ગઈ હતી, પણ તેમણે પોતાનો શૉટ પૂરો કર્યો.

રામના અયોધ્યા પાછાં આવવાનો હતો સીન
તાજેતરમાં જ એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફ્રેન્સમાં સુનીલ લહરીએ કહ્યું કે એકવાર તે ભગવાન રામના અયોધ્યા પાછાં આવવાનો સીન શૂટ કરી રહ્યા હતા, ત્યારે લલિતા પવાના પગમાં ઇજા થઈ ગઈ, તો પણ દુઃખાવા છતાં તેમણે પોતાનો શૉટ પૂરો કર્યો. તેમણે જણાવ્યું કે, "લલિતા પવારજી એકવાર જોખમી થઈ ગયા હતા. એક સીનમાં જ્યારે ભગવાર રામ અયોધ્યા આવે છે, તે સમયે આખા સેટ પર દીવા પ્રગટાવેલા હતા. લલિતાજી એક ઉત્સાહી એક્ટર હોવાને કારણે તેમણે ભૂલથી પગ લાલટેન પર મૂકી દીધો, જેને કારણે તેમના બન્ને પગ દાઝી ગયા હતા."

આરામ કર્યા વગર કર્યું કામ
લહેરીએ આગળ જણાવ્યું કે, "સ્પૉટ દાદા તેમને રૂમમાં લઈ જાય તે પહેલાં તો તેમણે શૉટ પૂરો કરી લીધો હતો. હકીકતે, તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તે એટલાં ઉત્સાહિત હતાં કે તેમણે કામ કરવાનું નક્કી કર્યું, કોઇને એ ખ્યાલ ન આવ્યો કે તે કેટલી પીડામાં હતાં. કેમેરા પર તેમની પીડાની ખબર પણ ન પડી. તે એટલા પ્રતિબદ્ધ હતાં કે ઇજા છતાં શૂટિંગ કરવા ઇચ્છતાં હતા. તેમને સલામ છે. તેઓ એક મહાન મહિલા હતાં."

આ પહેલા રામાયણમાં લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયાએ ખુલાસો કર્યો કે જો હવે રામાયણનું પુનર્નિર્માણ થાય તો તે કઈ ભૂમિકા ભજવવા માગશે. ત્યારે સુનીલે રાવણની ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી જ્યારે દીપિકાએ પ્રભુ શ્રી રામની સાવકી માતા કૈકેયીની ભૂમિકા ભજવવા માગશે.

ramayan television news entertainment news