'રામાયણ'ના 'લક્ષ્મણ'ને શૂટિંગ દરમિયાન હતો આ વાતનો ડર, આ છે રહસ્ય

06 May, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'રામાયણ'ના 'લક્ષ્મણ'ને શૂટિંગ દરમિયાન હતો આ વાતનો ડર, આ છે રહસ્ય

સુનીલ લહરી

આખા દેશમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા કેદ છે. સરકારે લૉકડાઉનની અવધિ 17 મે સુધી વધારી દીધી છે. ત્યારે લોકોના મનોરંજન માટે દૂરદર્શન પર વર્ષ 1987ની રામાનંદ સાગરની રામાયણ સીરિયલની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ ઉત્તર રામાયણની શરૂઆત થઈ હતી. ગયા શનિવારે જ ઉત્તર રામાયણનો અંતિમ એપિસોડ સમાપ્ત થયો હતો. ઉત્તર રામાયણમાં લવ-કુશના જીવન પર આધારિત વાર્તા દર્શાવવામાં આવી હતી. 33 વર્ષ પહેલાની વાત કરીએ તો રામાયણ જોવા માટે રસ્તા સૂમસામ થઈ જતા. બધા પોતાના ઘરે સીરિયલ ચાલુ થવા પહેલા બેસી જતા હતા. આ સીરિયલે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. સાથે આ સીરિયલના કલાકારોને વાસ્તવિક જીવનમાં પણ ભગવાન જેવું જસમ્માન આપવામાં આવતુે હતું.

રામાયણની શૂટિંગના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. વાત કરીએ લક્ષ્મણની તો આજકાલ તેઓ પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. લક્ષ્મણની ભૂમિકા ભજવનારા એક્ટર સુનીલ લહરી આજકાલ જૂની યાદમાં ખોવાય ગયા છે અને એમણે જણાવ્યું કે તે સમય દરમિયાન કેવી રીતે શૂટિંગ થતી હતી. સુનીલ લહરીએ પોતાની સેલરીથી લઈને શૂટિંગ સમયથી મુસીબતોના તમામ સીક્રેટ્સના રાજ ખોલ્યા છે.

સુનીલ લહેરીએ જણાવ્યું કે હંમેશા અમે શૂટિંગ કરવા પહેલા રિહર્સલ કરતા હતા. તે વખતે પણ શુદ્ધ હિન્દી બોલાતી નહોતી. પરંતુ ડાયલૉગને યાદ કરીને અમે સીન ક્રીએટ કરતા હતા. જેવી રીતે હીરો તામિલ ભાષાને શીખ્યા વગર એના ડાયલૉગ બોલી લે છે. ધીરે ધીરે અમે શુદ્ધ હિન્દી સરળતાથી બોલતા હતા. ઘણી વાર શુદ્ધ હિન્દી બોલવામાં અમને તકલીફ થતી હતી. સીનમાં કઈ ભૂલ નહીં થાય એટલે અમે એની ઘણી વાર પ્રેક્ટિસ કરતા હતા. મોટાભાગે એ વાતનું ધ્યાન રાખવું પડતું હતું કે ક્યાંક ઉર્દૂ ભાષાનો શબ્દ નહીં આવે.

હવે દૂરદર્શન બાદ સ્ટાર પ્લસ પર રામાયણનુ પ્રસારણ થઈ ગયું છે. લૉકડાઉન વચ્ચે ફૅન્સ માટે ખુશીના સમાચાર છે. રોજ સાંજે 7:30 વાગ્યે તમે ફરીથી સીરિયલ જોવાનો લાભ લઈ શકો છો. જે ફૅન્સ દૂરદર્શન પર શરૂથી રામાયણ જોઈ નથી શક્યા, એમના માટે ફરીથી રામાયણ સીરિયલ જોવાનો અવસર મળી રહ્યો છે.

ramayan television news tv show entertainment news