લગ્ન પહેલાં હું પ્લેબૉય હતો અને મારા અફેર્સનો કોઈ હિસાબ નહોતો

08 July, 2026 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ કપૂરે આ ખુલાસો કરતાં કહ્યું કે એકતા કપૂરે લગ્ન પહેલાં મારી પત્ની ગૌતમીને ચેતવણી આપી હતી

રામ કપૂર

જાણીતા ટીવી-ઍક્ટર રામ કપૂરે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કરતાં સ્વીકાર્યું છે કે ગૌતમી કપૂર સાથે લગ્ન કરતાં પહેલાં તેનાં અનેક અફેર્સ રહ્યાં હતાં. ‘લૉક અપ’ની બીજી સીઝનના એપિસોડમાં રામે લગ્ન પહેલાં પોતાને ‘પ્લેબૉય’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તે અને ગૌતમી લગ્ન કરવાનાં હતાં ત્યારે એકતા કપૂરે આ મામલે ગૌતમીને ચેતવણી પણ આપી હતી.

બે દાયકાથી વધુ સમયથી ગૌતમી સાથે લગ્નજીવન જીવી રહેલા રામ કપૂરે શોમાં સહ-સ્પર્ધક શ્રેયા કાલરા સાથે વાતચીત કરતી વખતે ખુલાસો કર્યો હતો કે લગ્ન પહેલાં તેણે એટલાં અફેર્સ કર્યાં છે કે તેની પાસે એનો કોઈ હિસાબ જ નથી, પણ લગ્ન પછી તેણે એકેય અફેર નથી કર્યું.

television news indian television ram kapoor ekta kapoor entertainment news sex and relationships