હા, દીકરીને બદલે ૯૩ લાખ રૂપિયાનો ફ્લૅટ પસંદ કર્યો હતો

01 August, 2026 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ સ્વીકાર્યું કે ડિવૉર્સ વખતે તેને શાંતિથી રહેવા માટે ઘર જોઈતું હતું, રાજાએ માત્ર પોતાના નામે માલિકી રાખવાની માગણી કરી હતી. હું તેની વાત સાંભળીને ચોંકી ગઈ હતી.

હા, દીકરીને બદલે ૯૩ લાખ રૂપિયાનો ફ્લૅટ પસંદ કર્યો હતો

ઍક્ટ્રેસ શ્વેતા તિવારીએ થોડા સમય પહેલાં પોતાના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરી પર આરોપ લગાવ્યો હતો કે ડિવૉર્સ સમયે રાજાએ દીકરી પલક તિવારીના બદલે અંદાજે ૯૩ લાખ રૂપિયાની કિંમતના ફ્લૅટની માલિકી પસંદ કરી હતી. શ્વેતાએ કહ્યું હતું કે ફ્લૅટના બદલામાં રાજાએ છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાની અને પલકની કસ્ટડીની માગણી ન કરવા સંમતિ આપી હતી. રાજાએ હવે શ્વેતાના આ આરોપ પર પ્રતિક્રિયા આપી છે.

રાજા સાથેના ડિવૉર્સ વિશેની વાત કરતાં શ્વેતાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં કાનૂની ટીમે ફ્લૅટની માલિકી રાજા ચૌધરી અને પલક તિવારીના સંયુક્ત નામે રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે રાજાએ માત્ર પોતાના નામે માલિકી રાખવાની માગણી કરી હતી. હું તેની વાત સાંભળીને ચોંકી ગઈ હતી. આ સમયે રાજાએ કહ્યું હતું કે હું મારી દીકરીના બદલે મિલકત પસંદ કરીશ અને મને ફ્લૅટ આપીશ તો હું ડિવૉર્સ આપી દઈશ.’

શ્વેતાના આ દાવા વિશે વાત કરતાં રાજાએ કહ્યું હતું કે ‘૨૦૦૭માં અમે અલગ થઈ ગયાં હતાં અને પછી ફૅમિલી કોર્ટમાં કેસ ચાલ્યો. ૨૦૦૭થી ૨૦૧૨ સુધી મને નથી લાગતું કે શ્વેતા ૧૦ વખત પણ કોર્ટમાં આવી હશે, જ્યારે હું દરેક તારીખે હાજર રહેતો હતો. આ દરમ્યાન હું અનેક અન્ય કાનૂની કેસોમાં પણ ફસાયો હતો, જેના કારણે મારા માટે ઘર શોધવું મુશ્કેલ બની ગયું હતું. એક સમય એવો આવ્યો કે હું બધાથી કંટાળી ગયો હતો. હવે મને કંઈ જ નહોતું જોઈતું. મને કોઈ ઘર ભાડે આપવા તૈયાર નહોતું. શ્વેતા જે ફ્લૅટની વાત કરી રહી છે એ એક બેડરૂમનો ફ્લૅટ મારા અને શ્વેતાનાં લગ્ન વખતે મારા પિતાએ ખરીદ્યો હતો. આ ફ્લૅટ માટે ડાઉન પેમેન્ટ મારા પિતાએ કર્યું હતું અને જ્યારે એનો હપ્તો હું અને શ્વેતા બન્ને મળીને ભરતાં હતાં. આ ફ્લૅટ ૯ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. મેં કંટાળીને શ્વેતાને કહ્યું હતું કે મને આ ફ્લૅટ આપી દે; તારું સામ્રાજ્ય, તારી દીકરી અને તને જે જોઈએ એ બધું તારી પાસે રાખ; મારી જિંદગીમાંથી દૂર થઈ જા અને મને શાંતિથી જીવવા દે. શ્વેતાએ એ સમયે આ સમજૂતી ખુશીથી સ્વીકારી હતી, પણ હવે તે પોતાની તરફેણમાં આખી વાતને અલગ રીતે રજૂ કરી રહી છે. બાળક અને સંપત્તિ જેવી બન્ને અલગ બાબતોની સરખામણી કેવી રીતે થઈ શકે? મેં મારા રોકાણવાળી અમારી બીજી જૉઇન્ટ પ્રૉપર્ટી પરના અધિકારો છોડી દીધા હતા, પણ રહેવા માટે ફ્લૅટ રાખવો જરૂરી હતો.’

shweta tiwari bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news