ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સની મદદે પૂજા મિશ્રા ફરીથી ‘બિગ બૉસ ૫’માં

08 December, 2011 07:01 AM IST  | 

ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સની મદદે પૂજા મિશ્રા ફરીથી ‘બિગ બૉસ ૫’માં

 

શોની આ જ સીઝનમાં પોતાના ગુસ્સાવાળા સ્વભાવ અને લગભગ તમામ પ્રતિયોગીઓ સાથે ઝઘડા માટે જાણીતી થયેલી પ્રતિયોગી પૂજા મિશ્રા ફરી એક વખત આ શોમાં પ્રવેશ કરશે. જોકે તે કોઈ પ્રતિયોગી તરીકે હાજર નહીં રહે, પણ તે ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સની ટ્રાન્સલેટર તરીકે રહેશે. આ ઉપરાંત બિગ બૉસ હાઉસમાં તે ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સને હિન્દી બોલતાં પણ શીખવાડશે. જ્યાં સુધી ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સ આ શોમાં હશે ત્યાં સુધી પૂજા શોમાં હાજર રહેશે. તેના હિંસક સ્વભાવને કારણે પૂજા મિશ્રાને શોમાંથી થોડા દિવસ પહેલાં કાઢી મૂકવામાં આવી હતી.