દુલ્હન લે-વેચની પ્રથા વિશે સંપૂર્ણ ખ્યાલ પ્રિયલ મહાજનને આ શો પછી આવ્યો

27 November, 2020 09:25 PM IST  |  Ahmedabad | Nirali Dave

દુલ્હન લે-વેચની પ્રથા વિશે સંપૂર્ણ ખ્યાલ પ્રિયલ મહાજનને આ શો પછી આવ્યો

દુલ્હન લે-વેચની પ્રથા વિશે સંપૂર્ણ ખ્યાલ પ્રિયલ મહાજનને આ શો પછી આવ્યો

કલર્સ ચૅનલ પર શરૂ થયેલી ધારાવાહિક ‘મોલક્કી’માં ‘ક્યોં કિ સાસ ભી કભી બહૂ થી’ ફેમ મિહિર એટલે કે અમર ઉપાધ્યાય સાથે જોડીમાં કઈ અભિનેત્રી દેખાશે એ નક્કી નહોતું. નીતિ ટેલર અને રિયા શર્માનાં નામ ચર્ચાતાં હતાં, પરંતુ ૧૬ નવેમ્બરથી શો શરૂ થતાં એમાં કમર્શિયલ્સ ઍડ્સમાં દેખાયેલી અને સિરિયલોમાં ટૂંકા રોલ કરી ચૂકેલી ૧૯ વર્ષની અભિનેત્રી પ્રિયલ મહાજન જોવા મળી.
હરિયાણાની પૂર્વી નામની યુવતીને જૂની પરંપરા મુજબ વેચી દેવામાં આવે છે અને તેનાથી બમણી ઉંમરના વિધુર વીરેન્દ્ર પ્રતાપ સિંહ સાથે પરણાવી દેવામાં આવે છે. ‘મોલક્કી’ની વાર્તાની શરૂઆત આ રીતે થઈ છે. ‘મોલક્કી’ના ટાઇટલ રોલમાં પ્રિયલ મહાજન છે અને વીરેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે અમર ઉપાધ્યાય છે. પ્રિયલે કહ્યું, ‘મને દુલ્હન ખરીદવા અને વેચવાની પ્રથા વિશે થોડીઘણી ખબર હતી. હરિયાણા અને રાજસ્થાનમાં આ પ્રથા ચાલે છે, પણ વધારે ખ્યાલ નહોતો. મને પૂર્વીનું પાત્ર જણાવવામાં આવ્યું ત્યારે સંપૂર્ણ જાણકારી મળી. અમર સર સાથે પહેલા સીનના શૂટ વખતે હું નર્વસ હતી. મારી આજુબાજુ ઘણા બધા લોકો હતા અને મને અનકમ્ફર્ટ ફીલ થતું હતું. જોકે અમર ઉપાધ્યાયે મને યોગ્ય રીતે ગાઇડ કરી. મારું ઑન-સ્ક્રીન પૂર્વીનું કૅરૅક્ટર ભલુભોળું છે અને હું રિયલ લાઇફ બૂમાબૂમ કરનારી છું, એટલે આ પાત્રમાં ઊતરવામાં પણ થોડી મુશ્કેલી પડી.’

television news indian television entertainment news