ફિનાલે પહેલાં બહાર થઈ ગઈ પૂનમ પાંડે

04 May, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂનમ પાંડે રિયલિટી શો ‘લૉકઅપ’માંથી બહાર થઈ ગઈ છે. આ શો કંગના રનોટ હોસ્ટ કરી રહી છે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે રિયલિટી શો ‘લૉકઅપ’માંથી બહાર થઈ ગઈ છે. આ શો કંગના રનોટ હોસ્ટ કરી રહી છે. આ શોની એક ગેમમાં પૂનમ હારી ગઈ હતી. તે શોની એક સ્ટ્રૉન્ગ સ્પર્ધક હોવા છતાં બહાર થઈ ગઈ. આ શોમાં એક ટાસ્ક હતો જેમાં પૂનમ અને સાઇશા શિંદેએ એક ટનલમાં જવાનું હોય છે અને એમાં એક સેફ્ટી બઝર હોય છે જે દબાવવાની હોય છે. પૂનમ આ ટાસ્ક હારી જતાં તે શોમાંથી બહાર થઈ ગઈ. તેને શોમાંથી બહાર કાઢતાં પહેલાં જેલર કરણ કુન્દ્રાએ તેને કહ્યું કે ‘તારી મુસાફરી ખૂબ સારી રહી છે.’

television news kangana ranaut poonam pandey