'બેપનાહ પ્યાર'ના રઘબીર મલ્હોત્રાએ કરી સ્પૉટબૉયની મદદ

03 June, 2020 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'બેપનાહ પ્યાર'ના રઘબીર મલ્હોત્રાએ કરી સ્પૉટબૉયની મદદ

‘નાગિન’, ‘બેપનાહ પ્યાર’ ટીવી-શોના અભિનેતા પર્લ વી. પુરીએ મહામારીના આ સમયમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્લ પુરીએ રોજબરોજની કમાણી પર નિર્ભર એવા ૧૦૦ સ્પૉટબૉયના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને આ કટોકટીના સમયમાં તેમની મદદ કરી છે. હાલમાં શૂટિંગ સ્થગિત હોવાને લીધે મનોરંજન-જગતમાં પેટિયું રળતા લોકો માટે પણ આ કપરો સમય છે ત્યારે પર્લ તેમના માટે મસીહા સાબિત થયો છે.

પર્લ કહે છે, ‘મારા ટીવી-શોમાં કામ કરતા ૧-૨ સ્પૉટબૉયનો મને ફોન આવ્યો અને તેમણે પોતાની આપવીતી જણાવી ત્યારે મને થયું કે આવા અન્ય લોકો પણ હશે જેમને નાણાકીય તકલીફ હશે. એટલે મેં મારી ક્ષમતા પ્રમાણે આશરે ૧૦૦ જેટલા સ્પૉટબૉયની મદદ કરી છે. હું આવી પરિસ્થિતિમાં આટલું તો કરી જ શકું. જરૂરિયાતમંદ લોકો માટે હું મારાથી બનતું કરીશ. હું ઇચ્છું છું કે આ મુશ્કેલ સમય જલદી પસાર થઈ જાય.’

 એટલું જ નહીં, એક ઍનિમલ લવર હોવાને લીધે પર્લ તેના વિસ્તારમાં રખડતાં કૂતરાંને ખાવાનું પણ આપે છે. વેલ ડન, પર્લ!

coronavirus covid19 lockdown indian television television news