ઍમેઝૉન પ્રાઇમની આવનારી સિરીઝ વિશે જાણવા જેવું

24 October, 2019 01:42 PM IST  |  મુંબઈ | પાર્થ દવે

ઍમેઝૉન પ્રાઇમની આવનારી સિરીઝ વિશે જાણવા જેવું

ઇનસાઇડ એજ 2

બ્રિધ 2 : ગયા વર્ષે જાન્યુઆરીમાં પહેલી સીઝન રિલીઝ થઈ હતી એ થ્રિલર ડ્રામા ‘બ્રિધ’ના બીજા ભાગનું શૂટિંગ થઈ ચૂક્યું છે. પહેલા ભાગમાં પોતાના પુત્રને બચાવવા માટે પિતા ડેન્ઝિલ માસ્કેરેનઝ કઈ હદ સુધી જાય છે અને તેનો પીછો પોલીસ-ઇન્સ્પેક્ટર કબીર સાવંત કરે છે એ દર્શાવાયું હતું. 

પહેલા ભાગમાં ડેન્ઝિલનું મુખ્ય-ઍન્ટિ હીરોનું પાત્ર આર. માધવને ભજવ્યું હતું અને ઇન્સ્પેક્ટરના પાત્રમાં અમિત સાધ હતો. આ ઉપરાંત સપના પબ્બી, નીલા કુલકર્ણી, હૃષીકેશ જોશી સહિતના કલાકારો હતો. ‘બ્રિધ 2’માં માધવનની જગ્યાએ અભિષેક બચ્ચન જોવા મળશે. તેની સાથે દક્ષિણની જાણીતી અભિનેત્રી નિત્યા મેનન (જે છેલ્લે ‘મિશન મંગલ’માં દેખાઈ હતી) તથા રાકેશ ઓમપ્રકાશની ‘મિર્ઝયા’માં દેખાયેલી સંયમી ખૈર છે. પહેલા ભાગના ડિરેક્ટર મયંક શર્માએ જ ડિરેક્ટર કરેલી ‘બ્રિધ 2’ સાયકોલૉજિક થ્રિલર ઝોનરની હશે, જેમાં સામાન્ય માણસ અસામાન્ય સંજોગોનો સામનો કરતા દેખાશે. અભિષેક બચ્ચનનો ગ્રે શેડ જોવા મળે એવી શક્યતા છે.

ઇનસાઇડ એજ 2 : ઍમેઝૉન પ્રાઇમની પહેલી ઓરિજિનલ સિરીઝ ‘ઇનસાઇડ એજ’ ૨૦૧૭ના જુલાઈ મહિનામાં રિલીઝ થઈ હતી, જેમાં વિવેક ઑબેરૉય, રિચા ચઢ્ઢા, ‘ગલી બૉય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી, તનુજ વીરવાણી અને અંગદ બેદી સહિતના કલાકારો હતા. આઇપીએલ (૨૦ટ્વેન્ટી ક્રિકેટ)માં ચાલતા સટ્ટાની વાર્તા આ સિરીઝમાં રોમાંચક રીતે દર્શાવાઈ હતી. ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ની જગ્યાએ અહીં ‘પાવર પ્લે લીગ’ નામ અપાયું હતું. આ સિરીઝમાં કૅપ્ટનનું પાત્ર ભજવતા અંગદ બેદીના પાત્રનો શેડ બદલવામાં આવશે. તેણે બીજી સીઝન માટે રણજી લેવલના કોચ પાસે પ્રોફેશનલ ટ્રેઇનિંગ લીધી છે. ‘ઇનસાઇડ એજ 2’માં અભિનેત્રી એલી એવરામ પણ જોડાઈ છે.

નૅશનલ આર્મી સાથે સંકળાયેલા વાસ્તવિક પ્રસંગો પર વેબ-સિરીઝ બનાવીને ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યુ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે Alt બાલાજીની સિરીઝ ‘બૉસ : ડેડ ઑર અલાઇવ’માં રાજકુમાર રાવે સુભાષચંદ્ર બોઝનું પાત્ર ભજવ્યું હતું. એમાં સ્વાભાવિકપણે ‘આઝાદ હિન્દ ફૌજ’ની જ વાત હતી. ‘ધ ફર્ગોટન આર્મી’માં એપ્રિલ ૧૯૪૨થી ઑગસ્ટ ૧૯૪૫ દરમ્યાન જંગમાં લડેલાં એક સ્ત્રી અને પુરુષની મુખ્ય વાત હશે. ૧૯૯૯માં કબીર ખાને ‘ધ ફર્ગોટન આર્મી’ નામની એક ડૉક્યુમેન્ટરી બનાવી હતી એને તેઓ સિરીઝમાં કન્વર્ટ કરી રહ્યા છે. યુદ્ધ અને મિશનની વાત કરતી કબીર ખાનની ફિલ્મો દર્શકોએ સ્વીકારી છે. ૮ એપિસોડની આ મિની સિરીઝ કેવી બને છે એ જોવું રહ્યું.

બંદિશ બેન્ડિટ્સ : ‘નેટફ્લિક્સ’ની ઓરિજિનલ ફિલ્મ ‘લવ પર સ્ક્વેર ફિટ’ના ડિરેક્ટર આનંદ તિવારી પ્રાઇમ માટે મ્યુઝિકલ-રોમૅન્ટિક સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’ લઈને આવી રહ્યા છે. આ સિરીઝમાં ભારતના ક્લાસિક સિંગલ રાધે અને પૉપસ્ટાર તમન્ના નામના બે વિરુદ્ધ વ્યક્તિત્વની વાત રજૂ કરવામાં આવશે. જોધપુરમાં આકાર લેતી આ વાર્તામાં પૉપ અને હિન્દુસ્તાની ક્લાસિકલ વચ્ચેનો ક્લૅશ પણ દર્શાવવામાં આવશે. સિરીઝમાં કુણાલ રૉય કપૂરને મહત્વના રોલમાં પસંદ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ટીવી અને ફિલ્મઅભિનેતા ઋતુરાજ સિંહ તમન્નાના પિતાના રોલમાં અને નસીરુદ્દીન શાહ રાધેના દાદાના રોલમાં કાસ્ટ કરાયા છે. આ બન્ને યુવાનો સંગીતમાં એકબીજાથી તદ્દન જુદા છે અને એકબીજાના પ્રેમમાં પડે છે. અમૃતપાલ સિંહ બિન્દ્રાએ લખેલી આ સિરીઝનું મ્યુઝિક શંકર-અહેસાન-લૉય આપવાના છે. સિરીઝના દરેક એપિસોડમાં ગીત અને સંગીત મુખ્ય નરેટરનું કામ કરશે. શંકર-અહેસાન-લૉયનો આ પહેલો વેબ-પ્રોજેક્ટ છે.

ફૉર મોર શૉટ્સ પ્લીઝ! 2 : ‘સેક્સ ઍન્ડ ધ સિટી’ના ભારતીય વર્ઝન જેવી અનુ મેનન દિગ્દર્શિત ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ!’ની બીજી સીઝનનું થોડા સમય પહેલાં જ શૂટિંગ પૂરું થયું છે. માનવી ગાગરુ, બાની જે, સયાની ગુપ્તા અને કીતિ કુલ્હારીને મુખ્ય પાત્રોમાં ચમકાવતી અને અર્બન-વુમનની વાત કરતી આ સિરીઝની બીજી સીઝનમાં પણ મેઇન કાસ્ટ સેમ રહેવાની છે.

amazon television news