માર્કેટમાં આવી ગઈ હિના ખાનના નાગિન લૂક જેવી ડૉલ, તમે પણ કરો એક નજર

23 August, 2020 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માર્કેટમાં આવી ગઈ હિના ખાનના નાગિન લૂક જેવી ડૉલ, તમે પણ કરો એક નજર

હિના ખાનની આદિ નાગિન લૂકની ડૉલ

હિના ખાને સુપર નેચરલ શૉ નાગિન 5 માં આદિ નાગિનની ભૂમિકા ભજવી હતી. હિનાએ આ શૉ લૉન્ચ કર્યો હતો. તે ફક્ત ત્રણ એપિસોડમાં જ નજર આવી હતી. પરંતુ નાગિનના લુકમાં તેની સ્ટાઈલ એટલી વાયરલ થઈ ગઈ કે એક્ટ્રેસનો આદિ નાગિન લૂકની ડૉલ પણ માર્કેટમાં આવી ગઈ છે.

હિના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર માર્કેટમાં હાજર આ ડૉલનો ફોટો શૅર કર્યો છે. પોતાનો આદિ નાગિન લૂક જોઈને હિના ખાન ઘણી ઉત્સાહી અને તે બહુ જ ખુશ છે. હિના ખાને ડૉલનો ફોટો શૅર કરતા લખ્યું- નાગેશ્વરી. હિનાએ આ ડૉલને ઘણી ક્યૂટ જણાવી છે. હિના ખાનને નાગિન અવતારમાં ખૂબ સ્ટાઈલિશ બતાવવામાં આવી હતી. હિના ખાન નાગિન સીરીઝની સૌથી પાવરફૂલ નાગિન બની હતી. હિનાના શૉ છોડ્યા બાદ એના ફૅન્સ એકદમ નિરાશ થયા હતા. હાલ હિના ખાનની જગ્યા હવે શૉમાં સુરભિ ચંદના નજર આવી રહી છે.

હિના ખાને નાગિન 5 શૉ છોડવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, મેં થોડા મહિલા પહેલા આ સ્પષ્ટ કરી દીધું હતું કે થોડા સમય માટે ટીવી નહીં કરું. હું હજી પણ તેને વળગી રહું છું. સાચું કહું તો હું નાગિન 5ના ત્રણ એપિસોડ પણ કરવા માંગતી ન હતી. મને ખાતરી નહોતી કે મારે કરવું જોઈએ કે નહીં. હું એક અલગ જગ્યા શોધી રહી હતી. પરંતુ હું એકતા કપૂરને ના નહીં કહીં શકી. હું એકતા કપૂરને ખૂબ માન આપું છું. એકતાએ મને નાગિન 5 માટે બોલાવી અને હું ના નહીં પાડી શકી. જો ત્યાં કોઈ બીજું હોત તો તરત ના પાડી દેત. પરંતુ ત્યાં એકતા હતી એટલે મેં એવુ કર્યું નહીં.

naagin hina khan indian television television news tv show entertainment news