"હું બિકિની નહીં પહેરું"

09 October, 2012 05:43 AM IST  | 

"હું બિકિની નહીં પહેરું"




સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’માં  મૉડલ અને ‘બૉમ્બે ટુ ગોવા’ અને ‘ધન ધના ધન ગોલ’માં ઍક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકેલી સના ખાન ભાગ લેવાની છે. આ પહેલાં વાંદરા સાથેની અન્ડરવેઅરવાળી ચર્ચાસ્પદ ઍડમાં કામ કરી ચૂકેલી સનાને આશા છે કે આ શોથી તેને થોડું માઇલેજ મળશે. જોકે આમ છતાં તે સ્પષ્ટતા કરે છે કે આ શોમાં તે લોકોનું ધ્યાન ખેંચવા માટે શૉર્ટ કપડાં કે બિકિની જેવાં સ્ત્રો નથી પહેરવાની.

આ શો હંમેશાં સ્પર્ધકોના ઝઘડા અને એમાં અમુક વ્યક્તિઓ દ્વારા પહેરવામાં આવતાં ઉત્તેજક કપડાંને કારણે ચર્ચામાં રહ્યો છે. આ વિશે વાત કરતાં સના કહે છે, ‘હું શોમાં પબ્લિસિટી મેળવવા અત્યંત નિમ્ન કક્ષાએ ન જઈ શકું. હું માનું છું કે જો તમારો ચહેરો સારો હોય તો કૅમેરા સામે અંગપ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી રહેતી. હું કૅમેરા સામે હોવાથી મેક-અપ કરીને સુંદર દેખાવાનો પ્રયાસ કરી શકું, પણ ઘરમાં બિકિની પહેરીને પરેડ બિલકુલ નથી કરવાની. હું આ શોમાં ટ્રેડિશનલ ભારતીય નારી તરીકે રજૂ થવા માગું છું.’