સ્ટન્ટથી નહીં, રોહિત શેટ્ટીના પ્રૅન્કથી ડર લાગે છે નિશાંત ભટ્ટને

19 June, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિશાંત ભટ્ટનું કહેવું છે કે તેને સ્ટન્ટથી નહીં, પરંતુ રોહિત શેટ્ટીથી ડર લાગે છે.

સ્ટન્ટથી નહીં, રોહિત શેટ્ટીના પ્રૅન્કથી ડર લાગે છે નિશાંત ભટ્ટને

નિશાંત ભટ્ટનું કહેવું છે કે તેને સ્ટન્ટથી નહીં, પરંતુ રોહિત શેટ્ટીથી ડર લાગે છે. ‘બિગ બૉસ 15’નો ફાઇનલિસ્ટ નિશાંત ભટ્ટ હાલમાં રોહિત શેટ્ટીની ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળી રહ્યો છે. આ શોનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. કલર્સ દ્વારા અમુક વ્યક્તિને સાચવીને રાખવામાં આવે છે અને એક શો બાદ તેમને બીજા શોમાં રિપીટ કરવામાં આવે છે. નિશાંત, રુબીના દિલૈક અને પ્રતીક સહજપાલનો પણ હવે લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે. આ શો વિશે વાત કરતાં નિશાંતે કહ્યું કે ‘આ શોમાં રોહિત શેટ્ટી સાથે કામ કરવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. તેઓ ખૂબ જ સ્ટ્રેટ ફૉર્વર્ડ છે અને તેમના ગાઇડન્સથી પણ મને શીખવા મળશે. લોકો જે હોય એ કહે એ મને વધુ પસંદ છે, કારણ કે સાચા દિલના વ્યક્તિ જ એમ કહે છે. જોકે શોના સ્ટન્ટ કરતાં તેઓ જે પ્રૅન્ક કરે છે એનું મને વધુ ટેન્શન છે.’

television news rohit shetty