Nagin 3 અને Avengers endgameનું આ છે કનેક્શન !

26 April, 2019 04:51 PM IST  | 

Nagin 3 અને Avengers endgameનું આ છે કનેક્શન !

નાગિન 3 એવેન્જર્સના પોસ્ટરમાં

હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ આજે રિલીઝ થઈ છે, અને ફિલ્મનો ક્રેઝ આખા વિશ્વમાં છવાયેલો છે. સ્થિતિ એવી છે કે સુપરહિટ ડેયલી સોપ નાગિન પણ એવેન્જર્સ એન્ડ ગેમના ક્રેઝ હેઠળ દેખાઈ રહી છે. જી હાં, આ અમે એમનેમ નથી કહેતા. એવેન્જર્સ એન્ડ ગેમ અને નાગિન થ્રી વચ્ચેના કનેક્શનનું કારણ છે બાલાજી ટેલિફિલ્મ્સનું ટ્વિટ.

ઘટના કંઈક એવી છે કે નિર્માતા કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટર શેર કર્યું છે, જેમાં એવેન્ડર્સ એન્ડગેમના પોસ્ટર પર સુપરહીરોઝના ચહેરાઓને નાગિનની સ્ટારકાસ્ટના ચહેરાઓ સાથે રિપ્લેસ કરવામાં આવ્યા છે. તેની સાથે જ કૅપ્શન આપ્યું છે- અમે ફક્ત આ એન્ડગેમમાં રસ ધરાવીએ છીએ નાગિન 3. પોસ્ટર પર રિતિક (અર્જુન બિજલાની)ને કેપ્ટન અમેરિકાના સ્થાને બતાવવામાં આવ્યો છે, જ્યારે શિવાંગી મોની રૉયે બ્લેક વિડોની જગ્યા લીધી છે. રૉકી એટલે કે કરણવીર બોહરાને થૉર, માહિર (પર્લ વી પુરી)ને આયર્નમેન અને સુરભિ જ્યોતિને કેપ્ટન માર્વેલના સ્થાને રાખવામાં આવ્યા છે.

જુઓ ટ્વિટ

મળતી માહિતી પ્રમાણે આ સુપરનેચરલ શો ટૂંક સમયમાં જ ક્લાઇમેક્સ તરફ જશે. તાજેતરમાં જ એકતા કપૂરે તેનો પ્રોમો શેર કર્યો હતો અને જબરજસ્ત ફિનાલેનો વાયદો કર્યો હતો. એકતાએ સંકેત તો આપ્યો હતો કે ફિનાલે એપિસોડમાં ટેલિવિઝન ફેમ નાગિન મોની રૉય પાછી આવી શકે છે. પછી નાગિનનો પ્રેમી અને પતિ રહેલ અર્જુન બિજલાનીએ સ્વીકાર્યુ પણ ખરું કે મોની રૉય અને કરણબીર બોહરા શૉમાં પાછા આવશે.

આ પણ વાંચો : Movie Review:વાંચો RJ Harshilને કેવી લાગી Avengers End Game

મેકર્સ નાગિન 3 શોના ગ્રાન્ડ ફિનાલેની તૈયારી કરી રહ્યા છે. શોના ફિનાલે એપિસોડમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનું છે, જેમાં હુકુમની દીકરી તામસી બેલા અને માહિરની હત્યા કરવામાં સફળ થઇ જશે. ત્યાર પછી શૉમાં 20 વર્ષનો લીપ આવશે અને આ બન્ને નવા અવતારમાં કમબેક કરશે.

avengers the avengers naagin television news indian television