કુરબાન હુવામાં દેખાશે નવોદિત ઍક્ટ્રેસ પ્રતિભા રાંતા

22 January, 2020 02:00 PM IST  |  Mumbai | Harsh Desai

કુરબાન હુવામાં દેખાશે નવોદિત ઍક્ટ્રેસ પ્રતિભા રાંતા

પ્રતિભા રાંતા

ઝી ટીવીના આગામી શો ‘કુરબાન હુવા’માં કરણ જોટવાણીની સાથે હવે નવોદિત અભિનેત્રી પ્રતિભા રાંતાને પસંદ કરવામાં આવી છે. તેને ચાહતના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે. નિલનું પાત્ર ભજવતો કરણ તેની બહેનના મૃત્યુનો બદલો લેવા ઇચ્છતો હોય છે. બીજી તરફ તેની બહેનના મૃત્યુમાં ચાહતના અબ્બુનું નામ આવ્યુ હોય છે. ચાહતને વિશ્વાસ છે કે આ મૃત્યુમાં તેના અબ્બુનો કોઈ હાથ નથી અને એથી જ તે તેમને નિર્દોષ સાબિત કરવા માટે મરણિયો પ્રયાસ કરી રહી હોય છે. આ વિશે પ્રતિભાંએ કહ્યું હતું કે ‘મારા પહેલાં શોમાં જ મને આટલું સ્ટ્રૉન્ગ લીડ રોલ મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. હું બા‍ળપણથી ઝી ટીવી જોતી આવી છું અને આજે એના શો દ્વારા જ હું ડેબ્યુ કરી રહી હોવાથી મને એની ખુશી છે.

આ પણ વાંચો : રણબીર કપૂર સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છે શ્રદ્ધા કપૂર

ગયા વર્ષે હું મુંબઈમાં ફિલ્મમેકિંગ શીખવા માટે આવી હતી અને મને ખૂબ જ જલદી આ તક મળી છે. આ પાત્ર માટે હા પાડવા માટે મને વધુ સમય નહોતો લાગ્યો કારણ કે હું એની સાથે ખૂબ જ જલદી કનેક્ટ થઈ ગઈ હતી. મારા શોને લોકો કેવો અભિપ્રાય આપે એ જોવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું.’

zee tv television news tv show