મૃણાલિની ત્યાગી બનશે મિસિસ ભાટિયા

15 November, 2019 11:07 AM IST  |  Mumbai

મૃણાલિની ત્યાગી બનશે મિસિસ ભાટિયા

મૃણાલિની

હાલ સ્ટાર પ્લસ પર ચાલી રહેલા રોમૅન્ટિક-ડ્રામા શો ‘કહાં હમ કહાં તુમ’માં દીપા વાધવાનીનો રોલ ભજવી રહેલી અભિનેત્રી ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ‘અલ્ટ બાલાજી’ની આગામી વેબ-સિરીઝમાં જોવા મળશે.
‘કહાં હમ કહાં તુમ’ ઉપરાંત ‘પવિત્ર રિશ્તા’, ‘ઇશ્ક મે મરજાંવા’ અને ‘કિતની મોહબ્બત હૈ’ સહિતની સિરિયલો તથા alt બાલાજીની જ સિરીઝ ‘ગંદી બાત’ના બે એપિસોડમાં દેખાયેલી મૃણાલિની આ સિરીઝમાં ઇન્ટરેસ્ટિંગ પાત્ર ભજવશે. ૫૦ એપિસોડ સુધી ચાલનારી આ સિરીઝમાં બે પરિવારની વાત હશે, જેમાં મૃણાલિની મિસિસ ભાટિયાનું પાત્ર ભજવશે જે તેના પતિને છેતરીને લગ્નેતર સંબંધ તરફ આકર્ષાશે. સિરીઝની બાકીની સ્ટારકાસ્ટ તથા નામ હવે ફાઇનલ થશે.

tv show