મોહેના સાજી થઇ તો તેના ભાઇને લાગ્યું કોરોનાનું સંક્રમણ

03 July, 2020 11:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

મોહેના સાજી થઇ તો તેના ભાઇને લાગ્યું કોરોનાનું સંક્રમણ

મોહેના કુમારી તેના ભાઇ સાથે

મોહેના કુમારી અને તેની ફૅમિલીએ કોરોનાના જંગને માત આપી તો હવે તેનો ભાઈ દિવ્યરાજ સિંહ રેવા કોરોના પૉઝિટિવ મળી આવ્યો છે. તે મધ્ય પ્રદેશમાં સિરમુર શહેરમાં નેતા છે. પોતાના ભાઈને કોરોના થયો હોવાની માહિતી અને આ બીમારીથી કઈ રીતે છુટકારો મેળવવો એ વિશે મોહેનાએ જણાવ્યું છે. પોતાના ભાઈ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહેનાએ કપ્શૅન આપી હતી કે ‘અમે તો નેગેટિવ નીકળ્યા, પરંતુ તું પૉઝિટિવ નીકળ્યો છે. જોકે દાદુ, આ એટલું પણ ખરાબ નથી જેવું કે સમજવામાં આવે છે. માત્ર તું સમયસર કાઢા લેતો રહેજે. ઘરનું જમવાનું લેજે. સાથે જ ફળ, શાકભાજી અને દાળ પણ સતત જમજે. વિટામિન સીની ટૅબ્લેટ પણ બરાબર લેજે. ઍર-કન્ડિશનથી દૂર રહેજે. ગરમ પાણીના કોગળા કરજે. હળદરવાળું દૂધ લેજે. ઑક્સિમીટર લેજે અને તારો હાર્ટ રેટ ચેક કરતો રહેજે. તને ભરપૂર પ્રેમ મળે અને કાળજી લેજે.’

television news coronavirus covid19