મિનિષા લામ્બા ને મરિયમ ઝકરિયા બિગ બૉસની આઠમી સીઝનમાં

28 August, 2014 06:01 AM IST  | 

મિનિષા લામ્બા ને મરિયમ ઝકરિયા બિગ બૉસની આઠમી સીઝનમાં



‘બિગ બૉસ’ માટે પસંદ કરવામાં આવેલા સ્પર્ધકોમાં ફિલ્મસ્ટાર મિનિષા લામ્બા અને મરિયમ ઝકરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે શોમાં ગ્લૅમર ઉમેરવાનું કામ કરશે તો આમ આદમી પાર્ટીના સભ્ય અને હિન્દી ભાષાના કવિ એવા કુમાર વિશ્વાસ સાથે પણ વાત ચાલી રહી છે. કુમાર ઉપરાંત ‘CID’ સિરિયલના લીડ સ્ટાર શિવાજી સાટમ સાથે પણ ચૅનલની ચર્ચા ચાલી રહી છે.

શોના પહેલા એપિસોડનું શૂટિંગ કર્જતમાં થશે, પણ એ પછીના તમામ એપિસોડનું શૂટિંગ લોનાવલામાં થશે. લોનાવલામાં ‘બિગ બૉસ’નું જે ઘર બનાવવામાં આવશે એ અગાઉનાં તમામ ઘરો કરતાં અનેકગણું ભવ્યાતિભવ્ય હશે.

કોણ જગ્યા કરે શો માટે?

‘બિગ બૉસ’ શરૂ કરવા માટે કલર્સ ચૅનલે કેટલાક શો આગળ-પાછળ કરવા પડે એવી પરિસ્થિતિ છે જેમાં ‘રંગરસિયા’ અને ‘બેઇન્તેહા’ અત્યારે તલવારની ધાર પર છે. ‘રંગરસિયા’ના TRP બહુ ઓછા થઈ ગયા હોવાથી આ શો બંધ કરવામાં આવે એવી શક્યતા છે તો ‘બેઇન્તેહા’ની હાલત થોડી સારી હોવાથી જો એને બંધ કરવામાં નહીં આવે તો એ શોને લેટ-નાઇટના સ્લૉટમાં મૂકી દેવામાં આવે એવા ચાન્સિસ છે.