‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ લઈને આવ્યાં મલાઇકા, અનુષા અને મિલિંદ

27 July, 2021 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાઇકા અરોરા, અનુષા દાંડેકર અને મિિલંદ સોમણ હવે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ને જજ કરશે.

મલાઇકા, અનુષા અને મિલિંદ સોમણ જેવા મોટાં નામો સાથે બીજી સીઝન સફળ જ રહેશે એવી અપેક્ષા રખાય છે

એમટીવી પર આવી રહેલી આ શોની બીજી સીઝન છે. આ શોની થીમ લોકોની પસંદગી અને પહેલેથી બાંધી રાખવામાં આવતી લોકોની ધારણા વિશે છે. મલાઇકા, અનુષા અને મિલિંદ સોમણ જેવા મોટાં નામો સાથે બીજી સીઝન સફળ જ રહેશે એવી અપેક્ષા રખાય છે. ઑગસ્ટમાં શરૂ થઈ રહેલા આ શો વિશે મલાઇકાએ કહ્યું હતું કે ‘આજની મહિલામાં જે પૅશન છે એનાથી હું હંમેશાં આશ્ચર્યચકિત રહી છું. એમટીવી દ્વારા આ ટૅલન્ટેડ મહિલાઓની તેમનું વ્યક્તિત્વ દેખાડવા માટે એક ઇમ્પ્રેસિવ સ્ટેજ આપવામાં આવી રહ્યું છે. પહેલી સીઝન અમારા માટે રોલર કોસ્ટર રાઇડ જેવી હતી અને બીજી સીઝનને અમે પહેલાં કરતાં વધુ ઊંચાઈ પર લઈ જવા માગીએ છીએ.’

આ વિશે મિલિંદ સોમણે કહ્યું હતું કે ‘સુપરમૉડલ એટલે કે તમારે લોકોની સામે તમારું બેસ્ટ આપવું પડે છે. પહેલી સીઝનમાં અમે દરેક કન્ટેસ્ટન્ટમાં કૉન્ફિડન્સ અને સુંદરતા જોઈ હતી. ફૅશનની દુનિયામાં હંમેશાં નવા ટ્રેન્ડ અને સ્ટાઇલ આવતાં રહે છે. આજના લોકો દરેકથી કેવી રીતે અલગ પડે છે એ જોવું રહ્યું.’

આ વિશે અનુષાએ કહ્યું હતું કે ‘પ્રેરિત થઈને તમારી જાતને ખૂબ જ ઑથેન્ટિક રીતે લોકો સમક્ષ રજૂ કરવું ખૂબ જ પાવરફુલ હોય છે. ફૅશન અને સુંદરતાની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તમે ક્યાંથી આવ્યા છો એની પરવા કર્યા વગર તમે તમારી સ્ટાઇલ અને પર્સનાલિટી દ્વારા પોતાની જાતને એક્સપ્રેસ કરી શકો છો.’

mtv milind soman anusha dandekar television news