મેરે ડૅડ કી દુલ્હન સોની ટીવીનું બૅલૅન્સ માર્કેટિંગ

14 November, 2019 10:38 AM IST  |  Mumbai

મેરે ડૅડ કી દુલ્હન સોની ટીવીનું બૅલૅન્સ માર્કેટિંગ

મેરે ડૅડ કી દુલ્હન

કન્ટેન્ટ પસંદગીમાં સોની ટીવી બારીકાઈથી કામ કરે છે અને એનો પુરાવો છે સોમવારથી શરૂ થયેલી ડેઇલી સોપ ‘મેરે ડૅડ કી દુલ્હન’. વરુણ બડોલા, શ્વેતા તિવારી અને અંજલિ તત્રારી સ્ટારર ‘મેરે ડૅડ કી દુલ્હન’ ઍક્ચ્યુઅલી બૅલૅન્સ માર્કેટિંગની નિશાની છે. સોની ટીવી પર ઑલરેડી એક ડેઇલી સોપ ‘પટિયાલા બેબ્સ’ આવી રહી છે જેમાં દીકરી અને માની રિલેશનશિપ દેખાડવામાં આવી છે અને દીકરી ડિવૉર્સી માનાં મૅરેજ કરાવે છે. મા-દીકરીની આ રિલેશનશિપ પછી સોની ટીવીએ ઇમોશન્સના બીજા દૃષ્ટિકોણને પકડ્યો છે અને હવે બાપ-દીકરીની રિલેશનશિપ પર ફોકસ કર્યું છે. ‘મેરે ડૅડ કી દુલ્હન’માં પણ ‘પટિયાલા બેબ્સ’ની જ વાત છે, પણ અહીં બાપની લાઇફમાં દીકરી તેની ગર્લફ્રેન્ડ અને પછી તેની જીવનસાથી લાવવાનું કામ કરે છે.
‘પટિયાલા બેબ્સ’ની સક્સેસને જોઈને દીકરીની પપ્પા પ્રત્યેની લાગણીઓને ઉજાગર કરવાનું કામ સોની ટીવીએ કર્યું છે જે અલ્ટિમેટલી સક્સેસફુલ ફૉર્મ્યુલા છે અને ઑલરેડી ‘પટિયાલા બેબ્સ’ થકી સોની ટીવી માણી પણ ચૂક્યું છે. એક ડેઇલી સોપમાં મા માટે કંઈ પણ કરવા માગતી દીકરીની વાત છે તો હવે આ શોમાં પિતા માટે કંઈ પણ કરવા માગતી દીકરીની વાત છે. યંગસ્ટર્સ જ્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ ખેંચાઈ ગયા છે ત્યારે ચાળીસી વટાવી ચૂકેલા ઑડિયન્સને વધારે બળવત રીતે પકડી રાખવાની આ આખી કવાયત છે.

sony entertainment television tv show