મેડિકલી યોર્સની નિત્યામી પોતે હૉસ્પિટલમાં

21 November, 2019 11:12 AM IST  |  Mumbai | Rashmin Shah

મેડિકલી યોર્સની નિત્યામી પોતે હૉસ્પિટલમાં

હૉસ્પિટલમાં છે નિત્યામી

લાજીની વેબ-સિરીઝ ‘મેડિકલી યોર્સ’ અને ‘પીએમ સેલ્ફીવાલી’માં લીડ કરનારી મૉડલ ટર્ન્ડ ઍક્ટ્રેસ નિત્યામી શિર્કે છેલ્લા ચારેક મહિનાથી ગાયબ હતી જેને લીધે સૌકોઈને અચરજ થતું હતું કે નિત્યામી કેમ દેખાઈ નથી રહી, પણ હવે ખબર પડી છે કે નિત્યામી શું કામ ગાયબ હતી. પોતે ગુમ હોવાનું કારણ પણ નિત્યામીએ જ સૌકોઈની સામે મૂક્યું છે. નિત્યામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હૉસ્પિટલના બિછાનેથી ફોટોગ્રાફ્સ મૂક્યા છે. બન્યું એવું હતું કે નિત્યામીના પગની સર્જરી થઈ હતી જેને કારણે છેલ્લા ચાર મહિનાથી તે સતત બેડ પર છે. નિત્યામીની આ હિંમત અને તેની આ ખેલદિલીથી અત્યારે ટીવી ઇન્ડસ્ટ્રી ખુશ છે. જો બીજું કોઈ હોત તો તેણે ચાર મહિના પહેલાં જ જગત આખામાં આ વાત ફેલાવી દીધી હોત, પણ નિત્યામીએ આ વાત ત્યારે છેક સૌ સામે મૂકી જ્યારે તે બિછાના પરથી ઊભા થવાની તૈયારીમાં છે.
બહાર આવીને નિત્યામી સૌથી પહેલાં બાલાજીની નવી વેબ-સિરીઝ કરવાની છે, જેનું શૂટ જાન્યુઆરીથી શરૂ થવાનું છે.

tv show