સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનું શૂટિંગ શરૂ થવાથી ખુશ મનીષ પૉલ

09 July, 2020 03:22 PM IST  |  Mumbai Desk | Agencies

સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનું શૂટિંગ શરૂ થવાથી ખુશ મનીષ પૉલ

મનીષ પૉલ

‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’નું શૂટિંગ 100 દિવસો બાદ શરૂ થવાનું હોવાથી મનીષ પૉલ ખૂબ એક્સાઇટેડ થયો છે. 10 જુલાઈથી આ શોનું શૂટિંગ શરૂ થવાનું છે. તમામ પ્રકારની સાવચેતી સાથે શૂટિંગ શરૂ કરવામાં આવશે. એ વિશે મનીષ પૉલે કહ્યું હતું કે ‘હું 100 દિવસ ઘરમાં રહ્યો હોવાથી હવે શૂટિંગ શરૂ થવાનું છે એથી હું ખૂબ ઉત્સાહિત છું. ઘણા સમય બાદ મજેદાર એપિસોડનું શૂટિંગ શરૂ થવાનું હોવાથી હું ઉત્સાહિત છું. વર્તમાન સમયની સ્થિતિને જોતાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું સેટ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. શૂટિંગ શરૂ થયા બાદ તમામ સાવચેતીનું ધ્યાન રાખવામાં આવશે.’

manish paul television news