13 August, 2022 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષ પૉલ
મનીષ પૉલનું કહેવું છે કે ‘ઝલક દિખલા જા’ને હોસ્ટ કરવો તેના માટે ઘરે પાછા ફરવા સમાન છે. આ શોમાં માધુરી દીક્ષિત નેને, કરણ જોહર અને નોરા ફતેહી જજની સીટ પર દેખાશે. ૩ સપ્ટેમ્બરથી આ શો કલર્સ પર શરૂ થવાનો છે. શોને હોસ્ટ કરવા વિશે મનીષે કહ્યું કે ‘આ શો મારી કરીઅરનો માઇલસ્ટોન છે, એથી આ શોમાં આવીને મને અતિશય આનંદ મળે છે. આ શો મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. હવે આ શો ભવ્યતાથી પાછો શરૂ થઈ રહ્યો છે અને મને માધુરી દીિક્ષત મૅમ અને કરણ જોહર સર સાથે ફરીથી સ્ક્રીન પર આવવાની તક મળી રહી છે એથી હું ખૂબ એક્સાઇટેડ છું. ‘ઝલક દિખલા જા’માં પાછા ફરવું મારા માટે ઘરે પાછા આવવા સમાન છે. જૂની યાદોને હંમેશાં માટે યાદગાર બનાવવી અને નોરા ફતેહીની એન્ટ્રીથી નવી યાદોનો સંગ્રહ કરવાની તક મળી છે. શોમાં ટૅલન્ટ, મનોરંજન અને ફનની જે પરંપરા છે એને લઈને અને સ્પર્ધકોની ટૅલન્ટને જોવા હું સેટ પર જવા માટે આતુર છું.’