પારસ અને હું માત્ર ફ્રેન્ડ છીએ : માહિરા શર્મા

11 March, 2020 12:50 PM IST  |  Mumbai

પારસ અને હું માત્ર ફ્રેન્ડ છીએ : માહિરા શર્મા

પારસ અને માહિરા

બિગ બૉસ 13ની સ્પર્ધક માહિરા શર્માનું કહેવું છે કે તે અને પારસ છાબરા ફક્ત ફ્રેન્ડ્સ છે. બિગ બૉસ 13માં આ બન્ને સ્પર્ધક પહેલી વાર મળ્યાં હતાં અને તેમની દોસ્તી શોના અંત સુધી જોવા મળી હતી. તેમની દોસ્તી એટલી જોરદાર હતી કે તેઓ એકબીજા માટે અન્ય સ્પર્ધક સાથે લડતાં પણ જોવા મળ્યાં હતાં. જોકે તેમની આ દોસ્તીને પ્રેમ ગણવામાં આવી રહી હતી અને એથી જ પારસની ગર્લફ્રેન્ડ આકાંશા પુરી સાથેના બ્રેકઅપ માટે માહિરાને જવાબદાર ગણવામાં આવી રહી હતી. આ શો બાદ પારસ ફરી કલર્સ ચૅનલ પરના શો ‘મુઝસે શાદી કરોગી’માં જોવા મળી રહ્યો છે. તેમની દોસ્તી વિશે વાત કરતાં માહિરાએ કહ્યું હતું કે ‘દોસ્તી મેં સુકૂન હૈ. પારસ અને હું માત્ર ફ્રેન્ડ્સ છીએ. અમારી વચ્ચે જો કંઈ હોત તો મેં પારસને ક્યારેય તેનો સ્વયંવર ન કરવા દીધો હોત. અમારો બૉન્ડ ખૂબ જ સારો છે અને અમે દોસ્તીની ખૂબ જ વૅલ્યુ કરીએ છીએ.’

બિગ બૉસની રીયુનિયન પાર્ટીમાં સિદ્ધાર્થ, શહનાઝ ગેરહાજર

બિગ બૉસ 13ની સ્પર્ધક શેફાલી જરીવાલાની પાર્ટીમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગ‌િલ ગેરહાજર રહ્યાં હતાં. શેફાલી અને તેના પતિ પરાગ ત્યાગીએ બિગ બૉસની રીયુનિયન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આરતી સિંહ, પારસ છાબડા, માહિરા શર્મા, વિશાલ આદિત્ય સિંહ, વિકાસ ગુપ્તા અને હિન્દુસ્તાની ભાઉએ પણ હાજરી આપી હતી. જોકે તેમના ગ્રુપમાંથી સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ ગેરહાજર હતાં. આરતીએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.

Bigg Boss 13 television news