ઘેરબેઠાં ફિટ રહેવું હોય તો જુઓ સોની ટેન ઇન્ડિયા સ્ટે ફિટ

24 April, 2020 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘેરબેઠાં ફિટ રહેવું હોય તો જુઓ સોની ટેન ઇન્ડિયા સ્ટે ફિટ

જો તમે ઘરમાં રહીને મદનિયા જેવા થવા માંડ્યા હો તો ડોન્ટ વરી, સોની પિક્ચર્સ સ્પોર્ટ્સ નેટવર્ક હવે તમને ઘેરબેઠાં ફિટનેસના ફન્ડા શીખવવાનું છે. પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ પર સોની સ્પોર્ટસ નેટવર્કે ‘સોની ટેન ઇન્ડિયા સ્ટે ફિટ’ શો શરૂ કર્યો છે, જેમાં વિશ્વભરના બેસ્ટ સ્પોર્ટ્સમૅન અને ઍથ્લિટ્સ ભાગ લેશે અને પોતે ફિટનેસ માટે શું કરે છે અને ફિટનેસ અકબંધ રહે એને માટે તે કેવા ડાયટનો ઉપયોગ કરે છે એની વાત કરશે. ‘સોની ટેન ઇન્ડિયા સ્ટે ફિટ’ના આ શોમાં જગતભરના સ્પોર્ટસમેન હશે. ફુટબોલરથી લઈને ક્રિકેટર અને ગોલ્ફ-પ્લેયરનો પણ એમાં સમાવેશ થવાનો છે.

સોની સ્પોર્ટ્સ નેટવર્કે ‘સોની ટેન ઇન્ડિયા સ્ટે ફિટ’ ઉપરાંત ‘સોની ટેન પિટ સ્ટૉપ’ શો પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર લૉન્ચ કર્યો છે જેમાં સ્પોર્ટ્સમૅન સાથે ક્વેશ્ચન-આન્સરના લાઇવ સેશનમાં પણ ઑડિયન્સ ભાગ લઈ શકશે.

coronavirus covid19 entertainment news sony entertainment television