ઈશ્કબાઝની અભિનેત્રી રેહના પંડિતે નિયા શર્માને જાહેરમાં કરી કિસ

25 March, 2019 07:13 PM IST  | 

ઈશ્કબાઝની અભિનેત્રી રેહના પંડિતે નિયા શર્માને જાહેરમાં કરી કિસ

નિયા શર્મા અને રેહના પંડિત

નિયા શર્મા અને રેહના પંડિત ફરી એકવાર પોતાની કિસ દ્વારા લોકોને આશ્ચર્યચકિત કરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના મુંબઈમાં યોજાયેલ હોલી પાર્ટી દરમિયાન બની હતી.

 ટેલિવિઝન પરની બોલ્ડ અને બ્યુટિફુલ અભિનેત્રી, નિયા શર્માએ ઈશ્કબાઝની અભિનેત્રી રેહના પંડિતને જાહેરમાં ચુંબન કરીને ફરી એકવાર પોતાના ફેન્સને અચંબિત કર્યા છે. BFF નિયા અને રેહનાએ હોલી પાર્ટી દરમિયાન કેમેરા સામે લીપલોક કિસ કરીને મીડિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. જો કે આ પહેલી વાર નથી બન્યું જ્યારે તેમણે જાહેરમાં એકબીજાને કિસ કરી હોય. આ પહેલા પણ ટેલિવિઝન શોના સેટ્સ પર તેમણે આવા કેટલાક પ્રદર્શનો કર્યા હોય.

 હોળી પાર્ટીમાં મીડિયા સાથે સંપર્કમાં આવતાં, નિયા શર્માએ મીડિયાને જણાવ્યું કે રેહનાને સવારથી સતત આવતાં ફોનને હોળી પાર્ટીમાં આવતાં મોડું થયું. તે કહ્યાં જ કરતી હતી કે રેહના કેવા કેવા બહાના બનાવે છે જેને રોકવા માટે રેહનાએ નિયાના હોઠે કિસ કરીને તેને ચુપ કરાવી દીધી.

આ પણ વાંચો : PM Narendra Modiની બાયોપિકમાં ગીત ગાશે પ્રોડ્યુસર સંદીપ સિંઘ

આગળ જણાવ્યા મુજબ આવું પહેલી વાર નથી બન્યું જ્યારે આ બન્ને એ એકબીજાને કિસ કરી હોય. બન્ને મહિલાઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એકબીજાને ચુંબન કરતી તસવીરો કરી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી અને તેને કારણે તેમને એ તસવીરો સોશિયલ મીડિયા પરથી કાઢવી પડી હતી.

television news