બિગ બૉસ 20નો હિસ્સો બનવાના છે લલિત મોદી?

16 August, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 20’નું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરે થશે. અહેવાલ મુજબ IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીને શોના સંભવિત સ્પર્ધક તરીકે લેવાની ચર્ચા ચાલી રહી છે, જોકે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

લલિત મોદી

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા ‘બિગ બૉસ 20’ની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને આ રિયલિટી શોનું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરે થશે. રિપોર્ટ પ્રમાણે ‘બિગ બૉસ 20’ના નિર્માતાઓ આગામી સીઝનના એક સ્પર્ધક તરીકે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના જનક લલિત મોદીને લેવાનો પ્લાન કરી રહ્યા છે. જોકે આ વાતની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લલિત મોદી IPLના ભૂતપૂર્વ ચૅરમૅન હોવા ઉપરાંત સુસ્મિતા સેનના ભૂતપૂર્વ પાર્ટનર તરીકે પણ જાણીતા છે. લલિત મોદીએ જાહેરમાં સુસ્મિતા સાથેના પોતાના સંબંધોને ‘ખૂબ જ ખાસ’ ગણાવ્યા હતા. લલિત મોદીએ કહ્યું હતું કે સુસ્મિતા મારા માટે ખૂબ જ ખાસ હતી અને તેણે મને ઘણું શીખવામાં તથા આજના વ્યક્તિ બનવામાં મદદ કરી હતી. લલિત મોદીએ કહ્યું હતું કે એ સમયે સુસ્મિતા મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો હતી અને આગળ પણ બની શકી હોત પણ બન્ને વચ્ચેનું અંતર ખૂબ વધારે હતું.
લલિત મોદીએ કહ્યું હતું કે સુસ્મિતાની કારકિર્દી ભારતમાં હતી જ્યારે મારા જીવનનો મોટા ભાગનો સમય લંડનમાં પસાર થતો હતો અને આ અંતરને કારણે બન્નેએ અલગ-અલગ રસ્તા પસંદ કરવા પડ્યા હતા.

lalit modi Salman Khan Bigg Boss colors tv indian television television news