23 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ હવે મિની મૂવી સિરીઝના ફૉર્મેટમાં ફરીથી ટીવીના પડદે જોવા મળશે
બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ હવે મિની મૂવી સિરીઝના ફૉર્મેટમાં ફરીથી ટીવીના પડદે જોવા મળશે. ભારતના સૌથી લોકપ્રિય ટીવી-શોમાં સામેલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ ૨૦ ભાગની મિની મૂવી સિરીઝના રૂપમાં જિયો હૉટસ્ટાર પર પ્રસારિત થશે. ત્રણ કલાકની મિની ફિલ્મ દર શુક્રવારે જિયો હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ નવી શરૂઆત વિશે નિર્માતા એકતા કપૂરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે ‘જ્યારે અમે બે દાયકા પહેલાં આ શો બનાવ્યો હતો ત્યારે અમે નહોતું વિચાર્યું કે એ ભારતની ટેલિવિઝન વિરાસતનો આટલો મોટો હિસ્સો બની જશે. અમારો આ પ્રયાસ તુલસીની સફરને ફરીથી જીવવાનો અને ઊજવવાનો છે.’