'ક્યોં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી'ની ટ્રેઇનિંગ શરૂ થઈ ગઈ ઘરથી

03 April, 2020 06:05 PM IST  |  Rajkot

'ક્યોં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી'ની ટ્રેઇનિંગ શરૂ થઈ ગઈ ઘરથી

નવા એપિસોડ જેવા આવવાનું શરૂ થશે કે તરત જ ઝી ટીવી પર એક નવો શો શરૂ થવાનો છે, જેનું ટાઇટલ છે ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી’. ડેઇલી શૉપના લીડ સ્ટાર સિદ્ધાંત વીર શોમાં એક એવા પિતાનું કૅરૅક્ટર કરે છે જેને બે બાળકો છે અને તે બન્ને બાળકોને પોતાની રીતે મોટાં કરે છે. બાળકોને તૈયાર કરીને સ્કૂલ રવાના કરવાની જવાબદારી પણ તેની છે અને બાળકોને ખવડાવવા-પિવડાવવાની જવાબદારી પણ તેની છે. રોલ માટે સિદ્ધાંતે ફૂડ બનાવતાં શીખવાનું હતું, જેનો તેને અનહદ કંટાળો આવતો હતો, પણ કોરોનાને કારણે અનાયાસ જ તેની આ ટ્રેઇનિંગ ઘરમાં શરૂ થઈ ગઈ છે.

કોરોના-વેકેશન વચ્ચે સિદ્ધાંતે ઘરમાં વાઇફ અલેશિયા રાઉત પાસે જ કુકિંગ શીખવાનું શરૂ કરી દીધું છે. અત્યારે તે અલેશિયા અને પોતાના દીકરા માટે ફૂડ બનાવે છે અને એ જ તેના ટેસ્ટર બની ગયા છે. સિદ્ધાંતે કહ્યું કે ‘આટલા સમયમાં મને સમજાઈ ગયું છે કે દરેકને ફૂડ બનાવતાં આવડવું જ જોઈએ. જો ફૂડ બનાવતાં આવડતું હશે તો તે જીવનમાં ક્યારેય પણ કામ લાગી શકે છે. મેં શરૂઆત રોલની ટ્રેઇનિંગ તરીકે કરી હતી, પણ હવે મને ફૂડ બનાવવાની મજા પડે છે.’

સિદ્ધાંતે અમુક વરાઇટી તો હવે જાતે જ બનાવવાનું શરૂ કર્યું છે. સિદ્ધાંત મજાકમાં કહે છે, ‘જો લૉકડાઉન લાંબું ચાલ્યું તો ઍક્ટર સિદ્ધાંતની સાથોસાથ હું સેફ સિદ્ધાંત પણ બની જઈશ એની ગૅરન્ટી આપું છું.’

television news entertainment news