કુરબાન હુઆની જોડીનું ઑફસ્ક્રીન બૉન્ડિંગ

22 October, 2020 10:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કુરબાન હુઆની જોડીનું ઑફસ્ક્રીન બૉન્ડિંગ

પ્રતિભા રંતા અને કરણ જોટવાણી

ઝી ટીવીના શો ‘કુરબાન હુઆ’માં પ્રતિભા રંતા અને કરણ જોટવાણીની લીડ જોડી છે. ડૉ. ચાહત અને નીલકંઠનું પાત્ર ભજવતા બન્નેની ઑનસ્ક્રીન જોડી તો જાણીતી છે જ, પરંતુ પ્રતિભાએ કરણ જોટવાણી સાથેની તેનું બૉન્ડિંગ કેમ ખાસ છે એ વિશે વાત કરી. પ્રતિભા મૂળ શિમલાની છે અને કોરોના લૉકડાઉનમાં તે પોતાના વતન પાછી ફરી હતી. અનલૉક થયા બાદ મુંબઈ પાછા આવવાની હિંમત તેને કરણે આપી છે. પ્રતિભા કહે છે, ‘હું મારી બહેન સાથે મુંબઈમાં રહેતી હતી, પણ લૉકડાઉન ખૂલ્યા બાદ તે મુંબઈ પાછી ન ફરી અને મારે એકલા રહેવાનો વારો આવ્યો. એ સમયે કરણે મારી ખૂબ મદદ કરી. તે ઘરેથી મારા માટે હેલ્ધી ફૂડ લઈ આવતો.’
પ્રતિભા અને કરણે એકબીજાની ફૂડ હૅબિટ્સ વિશે પણ જણાવ્યું છે. કરણનું કહેવું છે કે પ્રતિભા બહુ જલદી જમે છે અને એમાં પણ તેની ફેવરિટ ડિશ હોય તો તે મારા ભાગનું પણ ખાઈ લે! એટલે હવે હું હવે લંચબૉક્સ વધારે ભરું છું. તો પ્રતિભા કહે છે કે ‘કરણ બહારનું જન્ક ફૂડ બહુ ખાય છે એટલે તેની એ આદત સુધરી જાય એવી મારી ઇચ્છા છે. હોમમેડ ફૂડની કિંમત મને મુંબઈ આવીને સમજાઈ છે.’
હાલ તો હેલ્થ ઇશ્યુના કારણે કરણ જોટવાણીએ આવનારા દિવસોમાં શોમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે એટલે ‘કુરબાન હુઆ’ના મેકર્સે ત્યાં સુધી નવા પાત્રને લાવવાનું નક્કી કર્યું છે.

television news