કૌન બનેગા કરોડપતિનું શૂટ અમિતાભ બચ્ચનના ઘરે?

03 July, 2020 09:37 PM IST  |  Rajkot | Rashmin Shah

કૌન બનેગા કરોડપતિનું શૂટ અમિતાભ બચ્ચનના ઘરે?

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન ૨૪ ઑગસ્ટથી ચાલુ કરવાનું પ્લાનિંગ સોની ટીવી કરી રહી છે, પણ એના પ્લાનિંગમાં ડગલે ને પગલે કોવિડ-19ની અડચણ આવી રહી છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટે શૂટિંગ માટે બનાવેલી ગાઇડલાઇન મુજબ, સેટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું અને ૬પ વર્ષથી વધુની ઉંમરના ઍક્ટરને સેટ પર ન લઈ આવવા. આ બન્ને ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને સોની ટીવીએ હવે પ્લાનિંગ કર્યું છે કે ‘કૌન બનેગા કરોડપતિ’નો સેટ અમિતાભ બચ્ચનના ઘરે જ બનાવવો અને ત્યાંથી અમિતાભ બચ્ચનને આ શોમાં કનેક્ટ કરવા. શોમાં હૉટ સીટ પર બેસનારા કન્ટેસ્ટન્ટ અને બાકીના કન્ટેસ્ટન્ટને સેટ પર રાખવામાં આવશે અને તેમની સાથે હોસ્ટ અમિતાભ બચ્ચનને વિડિયો-કૉન્ફિરન્સિંગથી જોડવામાં આવશે, ડિટ્ટો એવી રીતે જે રીતે જે રીતે હેલ્પલાઇનમાં એક્સપર્ટને જોડવામાં આવે છે.
જૂજ લોકોને ખબર છે કે અમિતાભ બચ્ચને જુહુના ‘જલસા’ની બાજુનો બંગલો ખરીદી લીધો છે અને અને એ બંગલો ખાલી પડ્યો છે. એ બંગલામાં અમિતાભ બચ્ચન માટે સેટ બનાવવાનું કામ સહેલાઈથી થઈ શકે એમ હોવાથી સોની અને ‘કૌન બનેગા કરોડપતિ’ આ રીતે બિગ બીને ઘરે રાખીને આખો શો શૂટ કરવા માગે છે.
અમિતાભને ઘરે રાખીને શો શૂટ કરવા ઉપરાંત ચૅનલ આ વખતે ‘કૌન બનેગા કરોડપતિ’માં ઑડિયન્સ પણ લાવવાનું અવૉઇડ કરવા માગે છે જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ તૂટે નહીં અને એક પણ આચારસહિંતાનો ભંગ ન થાય.

bollywood bollywood news television news kaun banega crorepati