બિગ બૉસના ઘરમાં થશે કરિશ્મા કોટકની વાપસી

16 November, 2012 05:58 AM IST  | 

બિગ બૉસના ઘરમાં થશે કરિશ્મા કોટકની વાપસી

જોકે તે વોટ-આઉટ નહોતી થઈ એટલે ચૅનલ અને પ્રોડક્શન હાઉસે તેને ફરીથી ઘરમાં કમબૅક કરવા કહ્યું છે. કરિશ્મા કહે છે, ‘પિતાજી ચાલ્યા જવાથી મારા જીવનમાં ઊભી થયેલી ખોટ કદી પુરાશે નહીં, પણ શો હંમેશાં ચાલતો રહેવો જોઈએ. મને લાગે છે કે મારા પિતાજી માટે પણ મારે આ શોમાં પાછા જવું જોઈએ, કેમ કે તેઓ મને આ શોમાં જોઈને ખૂબ ખુશ હતા.’

તેને ‘બિગ બૉસ’ના ઘરના જૂના મિત્ર કાશિફ કુરેશી સાથેની ફ્રેન્ડશિપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું, ‘કાશિફ ઘણો કૂલ છે. પણ તે જ્યારે દલીલોમાં ઊતરી પડ્યો હતો એ મને જરાય નહોતું ગમ્યું. જે કાંઈ બનેલું એ માટે અમે બધાએ તેને માફ કરી દીધો છે અને મારા મનમાં તેને માટે કોઈ ગ્રંથિઓ બાંધી નથી રાખી.’

શું તમારા બન્ને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? એવું પૂછતાં કરિશ્મા કહે છે, ‘ના. જરાય નહીં. તે મૅરિડ છે અને અમારી વચ્ચે કાંઈ જ નથી. તેણે મારા માટે જે કાંઈ કર્યું હતું એ અથવા તેને મારા માટેની જે ફીલિંગ્સ છે એ મને નથી સમજાતી.’