કરણ પટેલ ક્યારેય બિગ બૉસમાં નહીં આવે?!

02 December, 2019 12:42 PM IST  |  Mumbai

કરણ પટેલ ક્યારેય બિગ બૉસમાં નહીં આવે?!

કરણ પટેલ

સ્ટાર પ્લસની ૬ વર્ષથી ચાલી રહેલી ‘યે હૈં મોહબ્બતેં’માં રમણ ભલ્લાનું પાત્ર ભજવીને જાણીતા થયેલા અભિનેતા કરણ પટેલે હાલ કલર્સ પર ચાલી રહેલા કન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બૉસ’માં ક્યારેય ન જવાની વાત કરી છે.
‘યે હૈં મોહબ્બતેં’ ઉપરાંત રિયલિટી શો તથા અઢળક સિરિયલોમાં દેખાઈ ચૂકેલા કરણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું બિગ બૉસના ઘરમાં ક્યારેય જવા નથી ઇચ્છતો. તેનું કહેવું છે કે હું મારા ગુસ્સા પર કન્ટ્રોલ નથી રાખી શક્તો અને આ લેવલની વર્બલ હિંસા પણ મારાથી સહન નથી થતી.
કરણ આવતા વર્ષે કલર્સ ટીવી પર આવનારા ‘ખતરોં કે ખિલાડી’માં સ્પર્ધક તરીકે દેખાવાનો છે. તેણે કહ્યું કે એમાં મને ખૂબ મજા પડી, પણ હું ‘બિગ બૉસ’માં ત્રણ-ત્રણ મહિના સુધી કંઈક અલગ બનીને ન રહી શકું. મારાથી સામે બોલાઈ જ જાય જેથી સાથે રહેનારા મિત્રોને મુશ્કેલી થાય માટે હું પોતાને બિગ બૉસના ઘરમાં નથી જોઈ શકતો.

karan patel Bigg Boss