ગુડિયા હમારી સભી પે ભારીમાં જોવા મળશે કરમ રાજપાલ

09 July, 2020 02:47 PM IST  |  Mumbai | Mumbai correspondent

ગુડિયા હમારી સભી પે ભારીમાં જોવા મળશે કરમ રાજપાલ

કરમ રાજપાલ

મોટા ભાગની ચૅનલ અત્યારે પોતાના શોને નવી હાઇટ આપવા માટે કોઈ ને કોઈ સ્ટારને લઈ આવવાની વેતરણમાં લાગી છે ત્યારે એન્ડ ટીવીએ પણ પોતાના શો ‘ગુડિયા હમારી સભી પે ભારી’માં નવા ઍક્ટરની એન્ટ્રીની તૈયારી કરી લીધી છે. આ નવો ઍક્ટર બીજો કોઈ નહીં પણ યશરાજ ફિલ્મ્સની ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’માં જોવા મળેલો કરમ રાજપાલ છે. કરમે અગાઉ ટીવી સિરિયલ કરી હતી પણ એ પછી તેણે ફિલ્મ પર હાથ અજમાવીને ફરીથી ટીવીની દિશા પકડી લીધી.
‘ગુડિયા હમારી સભી પે ભારી’ના નવા એપિસોડમાં કરમ જોવા મળશે તો કરમની સાથોસાથ સિરિયલની લીડ સ્ટાર અને ગુડિયા બનતી સારિકા પણ જોવા મળશે. કરમ પણ પોતાની આ એક્સક્લુઝિવ એન્ટ્રી માટે ખુશ છે. કરમ કહે છે, ‘હું શોમાં બાલ બ્રહ્મચારી બનું છું અને એક બાલ બ્રહ્મચારીના જીવનમાં કેવા-કેવા ઉતારચડાવ ગુડિયાના કારણે આવે છે એની વાતો જોવા મળવાની છે. એમાં રોમાંચ પણ એટલો જ છે અને કૉમેડી પણ એટલી જ છે.’

television news rajkot