રામનવમી પર કપિલ શર્માએ શૅર કરી દીકરીની તસવીરો

02 April, 2020 02:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રામનવમી પર કપિલ શર્માએ શૅર કરી દીકરીની તસવીરો

કપિલ શર્મા, દીકરી અનાયરા

લૉકડાઉન દરમિયાન આજે આખો દેશ રામનવમી ઉજવી રહ્યો છે. આજના દિવસે કન્યા પૂજન કરી લોકો પોતાના નવ દિવસના ઉપવાસ પૂરા કરે છે. આ ખાસ અને શુભ પ્રસંગે કૉમેડી કિંગ કપિલ શર્માની નાનકડી દીકરીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દીકરીની આ તસવીરોને કપિલ શર્માએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તસવીરોમાં કપિલની દીકરી અનાયરા ખૂબ જ સુંદર અને ક્યૂટ દેખાય છે. આ તસવીરોને ચાહકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે.

રામનવમીના દિવસે કપિલ શર્માએ પોતાની ત્રણ મહિનાની દીકરીનું કન્યા પૂજન કર્યું છે. કન્યા પૂજન બાદ કપિલ શર્માએ અનાયરાની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. અનાયરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અનાયર ખૂબજ ક્યૂટ દેખાય છે. તેની ક્યૂટનેસ જોવા જેવી છે. તમે જોઇ શકો છો કે તસવીરોમાં અનાયરાને ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવી અને બંગડીઓ તેમજ ચાંદલો લગાડીને તૈયાર કરવામાં આવી છે આમ તે ખૂબ જ ખુશ દેખાય છે. તો અના.રા પિન્ક અને યેલો ફ્રૉક પહેરેલી દેખાય છે, આની સાથે જ તેના માથે ઓઢણી પર પહેરાવેલી છે. આ સાથે જ તેની સ્માઇલ તસવીરમાં જીવ રેડે છે. જાણે કે આપણે અનાયરાને લાઇવ જોઇ રહ્યા છીએ તેવી દેખાય છે.

અનાયરાની આ તસવીર શૅર કરતાં કપિલ શર્માએ કૅપ્શનમાં લખ્યું છે, "જય માતા દી. અષ્ટમી, કંજક પૂજન" તો અનાયરાની આ તસવીરને ચાહકો તેમજ સ્ટાર્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેહા કક્કડ, બાદશાહ, બી પ્રાક, અરમાન મલિક, રવિ દુબે, ઋચા ચડ્ઢા, અને મિસ પૂજા જેવા અનેક કલાકારોએ અનાયરાની તસવીર પર કોમેન્ટ કરી છે. ક્યૂટ અનાયરા શર્માની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે લૉકડાઉન દરમિયાન કપિલ શર્મા પોતાનો બધો જ સમય પત્ની અને દીકરી અનાયરા સાથે જ પસાર કરી રહ્યો છે.

kapil sharma television news entertainment news