COVID-19 સામે લડવા માટે કપિલ શર્માએ PM રિલીફ ફંડને આપ્યા 50 લાખ

26 March, 2020 07:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

COVID-19 સામે લડવા માટે કપિલ શર્માએ PM રિલીફ ફંડને આપ્યા 50 લાખ

કપિલ શર્મા

ભારત કોરોના વાયરસ કોવિડ-19 સામે એક નિર્ણાયક યુદ્ધ લડી રહ્યો ચે. દેશ હાલ 21 દિવસ માટે લૉકડાઉનમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ મહામારીને નિયંત્રિત કરવા માટે પ્રયત્ન કરી રહી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે ઘરમાંથી બહાર ન નીકળવું. આ મુશ્કેલ સમયમાં કેટલાક સેલિબ્રિટીઝ નાયક બનીને આવ્યા અને રાજ્ય સરકારને ડોનેશન આપીને લોકોની મદદ કરી રહ્યા છે.

કપિલ શર્માએ આ આપત્તિ સામે લડવા માટે પીએમ રિલીફ ફંડને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે.

તેલુગુ સુપરસ્ટાર રામ ચરણે કેન્દ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સરકારોને 70 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. તેમણે જણાવ્યું કે આ રકમ તેમણે પવન કલ્યાણથી પ્રેરિત થઈને આપી છે. રામ ચરણે લખ્યું કે આપણી સરકાર જે કરી રહી છે, તેનાથી પ્રભાવિત થઈને હું કંઇક પ્રયત્ન કરવા માગતો હતો. આશા છે કે તમે બધાં ઘરે સુરક્ષિત હશો. રામ ચરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારોના પ્રયત્નના વખાણ પણ કર્યા છે.

આ પહેલા તેલુગુ સ્ટાર અને નેતા પવન કલ્યાણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે પીએમ મોદીને સપોર્ટ કરવા માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં એક કરોડનું દાન આપી રહ્યા છે. તેમણે આશા દર્શાવી કે વડાપ્રધાનના પ્રેરણાદાયક નેતૃત્વમાં કોરોના મહામારીમાંથી બચી જવાશે. પવને આંધ્ર પ્રદેશ અને તેલંગણાના સીએમ રિલીફ ફંડને પણ 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે, જેથી કોરોના સામે લડવામાં ઝડપ થાય.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એવા લોકોની મદદની જાહેરાત કરી ચૂક્યા છે જે દરરોજ કમાણી કરે છે. પ્રકાશ રાજે પોતાના સ્ટાફને પણ આગામી મહિનાનું વેતન એડવાન્સમાં આપીને રજા આપી દીધી છે.

bollywood kapil sharma covid19 coronavirus bollywood news bollywood gossips television news