પ્રેક્ષા મેહતા પછી વધુ એક અભિનેત્રીએ કરી આત્મહત્યા, BF પર દગાનો આરોપ

02 June, 2020 10:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પ્રેક્ષા મેહતા પછી વધુ એક અભિનેત્રીએ કરી આત્મહત્યા, BF પર દગાનો આરોપ

ચંદના

મનોરંજન જગતમાંથી વધુ એક અભિનેત્રીના આત્મહત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે. કન્નડ અભિનેત્રી ચંદના 28 મેના ઝેર ખાઈને આત્મહત્ય કરી લીધી. 29 વર્ષીય ચંદનાએ બૅંગલુરૂમાં સ્થિત પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. ચંદનાની આત્મહત્યા પાછળનું કારણ તેનો બૉયફ્રેન્ડ છે એવું કહેવામાં આવી રહ્યું છે. આત્મહત્યા કરતાં પહેલા ચંદનાએ પોતાનો એક વીડિયો રેકૉર્ડ કર્યો હતો જેમાં તેણે પોતાના બૉયફ્રેન્ડ પર દગો આપવાનો આરોપ મૂક્યો હતો. સુસાઇડ કરતાં પહેલા ચંદનાએ તે રેકૉર્ડેડ વીડિયો પોતાના બૉયફ્રેન્ડ અને પરિવારને પણ મોકલ્યો હતો. જેવો તે લોકોને વીડિયો મળ્યો તેમણે અભિનેત્રીના પાડોશીઓને આ વિશે જાણ કરી દીધી.

જ્યાં સુધી તે લોકો ચંદનાને હૉસ્પિટલ લઈને ગયા તેને ત્યાં મૃત જાહેર કરવામાં આવી. રિપોર્ટ્સ પ્રમાણે, ચંદના દિનેશ નામના એક છોકરાને છેલ્લા કેટલાક વર્ષોથી ડેટ કરતી હતી. તે જ્યારે પણ દિનેશને લગ્નની વાત કરી તે હંમેશાં ટાળી દેતો હતો. જો કે, ચંદનાના પરિવારવાળા આ લગ્નની વિરુદ્ધ હતા તે નહોતા ઇચ્છતા કે ચંદના, દિનેશ સાથે લગ્ન કરે. પણ ચંદના, દિનેશના પ્રેમમાં પાગલ હતી. પોતાના ઑડિયોમાં અભિનેત્રીએ એ પણ આરોપ મૂક્યો કે દિનેશનું તેના સિવાય અન્ય બે છોકરીઓ સાથે પણ અફેર હતું. તે અન્ય બન્ને છોકરીઓને પણ દગો આપી રહ્યો હતો. દિનેશ તરફથી મળેલો દગો ચંદના સહી શકી નહીં અને તેણે પોતાનો જીવ આપી દીધો. ચંદનાની આત્મહત્યા પછીથી દિનેશ પણ ફરાર છે.

ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પહેલા જ ક્રાઇમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા લૉકડાઉન પહેલા જ પોતાના ઘરે ઇન્દોર ગઈ હતી અને કામ ન મળવાને કારણે મુશ્કેલીમાં હતી. આ કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ અને આખરે તેણે પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. પ્રેક્ષાએ પોતાના રૂમના પંખા પર લટકીને જીવ આપી દીધો.

television news entertainment news