સેન્સિટિવ સ્કિન હોવાથી ઘરે બનાવેલી 7 કિલો હર્બલ હલ્દી લઈને આવી હતી કંગન

28 January, 2020 12:42 PM IST  |  Mumbai | Harsh Desai

સેન્સિટિવ સ્કિન હોવાથી ઘરે બનાવેલી 7 કિલો હર્બલ હલ્દી લઈને આવી હતી કંગન

કંગન નાંગિયા

સોની ટીવી પર આવતી ‘બેહદ 2’નાં લગ્નનાં દૃશ્ય માટે કંગન નાંગિયા પોતાના ઘરેથી સાત કિલો હર્બલ હલ્દી લઈને આવી હતી. કંગન આ સિરિયલમાં અનન્યાનું પાત્ર ભજવી રહી છે. એમ.જે. એટલે કે આશિષ ચૌધરીના દીકરા રુદ્રનું પાત્ર શિવિન નારંગ ભજવી રહ્યો છે. રુદ્ર અને અનન્યા બન્ને લાંબા સમયથી મિત્રો હોય છે. રુદ્રનો જીવ બચાવવા માટે અનન્યા બંદૂકની ગોળી ખાઈ લે છે અને એથી જ એમ.જે. તેમનાં લગ્ન માટે તૈયાર થાય છે. તેમની હલ્દી સેરેમની માટે કંગન તેના ઘરેથી હર્બલ હલ્દી બનાવીને આવી હતી. તેની સેન્સિટિવ સ્કિન છે અને એથી જ તે આ દૃશ્ય માટે સાત કિલો હોમમેડ હર્બલ હલ્દી બનાવીને લાવી હતી. એમાં તેણે સૌથી વધુ ચંદનનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ એમાં ઉબટનનો પણ સમાવેશ થયો છે. આ વિશે કંગને કહ્યું હતું કે ‘અનન્યા ખૂબ જ લાંબા સમયથી રુદ્રને પ્રેમ કરી રહી હોય છે અને તેમણે હવે તેમના જીવનમાં એકસાથે રહેવાનો નિર્ણય લીધો છે. હું આ દૃશ્યને સ્પેશ્યલ બનાવવા માટે ઘરેથી સાત કિલો હર્બલ હલ્દી બનાવીને લાવી હતી. દરેકની સ્કિનને સૂટ થાય એ માટે હું ચંદનથી બનાવેલી હલ્દી લઈને આવી હતી.’

television news shivin narang