કૉમ્પ્રોમાઇઝ કરીશ તો જ તું ટકીશ

26 May, 2024 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ થયો હતો જુહી પરમારને

જુહી પરમાર

જુહી પરમાર સિરિયલ ‘કુમકુમ-એક પ્યારા સા બંધન’માં ભજવેલા પાત્રને કારણે ખૂબ જાણીતી છે. તે ‘વોહ’, ‘શાહીન’ અને ‘બિગ બૉસ 5’માં જોવા મળી હતી. તાજેતરમાં જ તેની વેબ-સિરીઝ ‘યે મેરી ફૅમિલી’ પણ રિલીઝ થઈ છે. જોકે કરીઅરની શરૂઆતમાં તેને પણ કડવો અનુભવ થયો હતો. કોઈ ચૅનલના હેડે તેને બિકિની પહેરવા કહ્યું હતું અને સાથે જ જણાવ્યું કે જો ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવી હોય તો સમાધાન કરવું પડશે. એ વખતે તે ૧૭ વર્ષની હતી. એ વિશે જુહી કહે છે, ‘મને કહેવામાં આવ્યું કે જો તું કૉમ્પ્રોમાઇઝ નહીં કરે તો તને લાગે છે કે તું ઇન્ડસ્ટ્રીમાં ટકી શકીશ?’

એ ઘટનાનાં બે વર્ષ બાદ જુહીએ સેકન્ડ-હૅન્ડ કાર ખરીદી હતી. તે જ્યારે ડ્રાઇવ કરી રહી હતી ત્યારે એ જ ચૅનલની ઑફિસની નજીકથી પસાર થઈ હતી અને એ વખતે તે ચૅનલ-હેડને પણ જોયો હતો. ત્યારે કાર તેની પાસે ઊભી રાખીને જુહીએ તેને કહ્યું, ‘સર મૈંને કૉમ્પ્રોમાઇઝ ભી નહીં કિયા ઔર બહોત અચ્છે સે સર્વાઇવ ભી કર રહી હૂં ઔર યે ગાડી અપને પૈસોં કી હૈ.’

television news indian television juhi parmar entertainment news