કરુણા, તું ટૉલીવુડની ગોવિંદા છે : ફારાહ ખાન કુંદર

22 December, 2023 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ડાન્સ રિયલિટી શોને ફારાહની સાથે અર્શદ વારસી અને મલાઇકા અરોરા જજ કરે છે. સોની પર આવતા આ ‘વેડિંગ સ્પેશ્યલ’ એપિસોડમાં અર્ચના પૂરણસિંહ અને પરમીત સેઠી ગેસ્ટ તરીકે આવ્યાં હતાં.

કરુણા પાંડે

‘ઝલક દિખલા જા’માં કરુણા પાંડેના ડાન્સ પર્ફોર્મન્સને જોઈને જજ ફારાહ ખાન કુંદર તેના પર ઓવારી ગઈ. આ ડાન્સ રિયલિટી શોને ફારાહની સાથે અર્શદ વારસી અને મલાઇકા અરોરા જજ કરે છે. સોની પર આવતા આ ‘વેડિંગ સ્પેશ્યલ’ એપિસોડમાં અર્ચના પૂરણસિંહ અને પરમીત સેઠી ગેસ્ટ તરીકે આવ્યાં હતાં. આ શો સોની પર શનિવારે અને રવિવારે રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. પોતાના કોરિયોગ્રાફર વિવેક ચચેરે સાથે કરુણાએ ‘સામી સામી’ પર જે પર્ફોર્મ કર્યું એ જોઈને હાજર સૌકોઈ ખુશ થઈ ઊઠ્યા હતા. તેની પ્રશંસા કરતાં મલાઇકાએ કહ્યું કે ‘કરુણા, મને લાગે છે કે તું કાંઈ પણ કરી શકે છે. તારા માટે કાંઈ અશક્ય નથી. તારો પર્ફોર્મન્સ ખૂબ સારો હતો. તને જે પણ સિચુએશન આપવામાં આવે તું એમાં તારી હટકે એનર્જી લઈને આવે છે. તારો ચાર્મ જ કાંઈક અલગ છે, જે અદ્ભુત છે. તેં જ્યારે ટૉલીવુડ સ્ટાઇલમાં આ ગીત પર પર્ફોર્મ કર્યું એમાં ડાન્સ અને મનોરંજન બન્નેનો સમાવેશ હતો. મને એ ખૂબ ગમ્યું હતું. એ પર્ફોર્મન્સ ઉમદા હતો.’
તો બીજી તરફ ફારાહે કહ્યું કે ‘કરુણા, હું તને હંમેશાં લેડી ગોવિંદા કહું છું પરંતુ આજે તું ટૉલીવુડની ગોવિંદા છે. વિવેક તારા ઍક્ટમાં હ્યુમર હતું, જે મને ગમ્યું. એ ખરેખર શાનદાર હતું. તમે જે વરાઇટી લાવ્યા છો, નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે એ મારી ફિલ્મો જેવું છે. દરેક વખતે તમે કાંઈક નવું લઈને આવો છો અને એ જ વસ્તુ આજે પણ દેખાઈ. અતુલનીય કોરિયોગ્રાફી. તમને જોવાની મજા આવી. આવી રીતે જ કરુણા, ખુશ રહે અને અમને પણ ખુશ રાખ.’

bollywood news television news jhalak dikhhla jaa farah khan entertainment news