જય ભાનુશાલી ઇચ્છે છે કે તેના ઘરે દીકરી જન્મે

16 August, 2019 10:44 AM IST  |  મુંબઈ

જય ભાનુશાલી ઇચ્છે છે કે તેના ઘરે દીકરી જન્મે

જય ભાનુશાલી ઇચ્છે છે કે તેના ઘરે દીકરી જન્મે

જય ભાનુશાલી ઇચ્છે છે કે તેના ઘરે દીકરી જન્મે. દીકરો આવે કે દીકરી એનાથી જયને કોઈ ફરક નથી પડતો, પરંતુ દીકરી હોય તો તેને વધુ ગમશે. જય અને તેની પત્ની માહી વિજે બે બાળકો અડૉપ્ટ કર્યાં હતાં. માહી હાલમાં પ્રેગ્નન્ટ છે અને હાલમાં તેના પિતાના ઘરે રહે છે. ‘સુપરસ્ટાર સિંગર’ના શૂટિંગ દરમ્યાન જયે આ વિશે કહ્યું હતું કે ‘પિતા-દીકરીની રિલેશનશિપથી વધુ કોઈ પણ રિલેશનશિપ નથી. મારી પત્ની જ્યારે બેબીને જન્મ આપે ત્યારે તે દીકરી હોય એવી આશા રાખી રહ્યો છું. જોકે દીકરો હોય કે દીકરી એનાથી કોઈ ફરક નથી પડતો. મારા અને મારા પિતા વચ્ચે દીકરા અને પિતાનો સંબંધનો અનુભવ કરી ચૂક્યો છું. મને હવે દીકરી જોઈએ છે જેથી હું પિતા અને દીકરીના સંબંધનો પણ અનુભવ કરી શકું.’

jay bhanushali entertaintment