જય ભાનુશાલીની દીકરીને નમાજ પઢતી જોઈ લોકો ભડક્યા, માહીવિજે આપ્યો જડબાતોડ જવાબ

25 July, 2023 06:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Jay Bhanushali Mahhi Vij daughter Tara namaz controversy: જય ભાનુશાલી અને માહી વિજની દીકરી તારાનો લેટેસ્ટ વીડિયો જોઈને લોકો ખૂબ જ નારાજ છે. હકીકતે તારા પોતાના આ વીડિયોમાં નમાજ પઢતી જોવા મળી રહી છે અને આ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ જ નારાજ છે.

તારા જય ભાનુશાલી (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

જય ભાનુશાલી (Jay Bhanushali) અને માહી વિજની દીકરી તારાનો લેટેસ્ટ વીડિયો જોઈને લોકો ખૂબ જ ગુસ્સો કરી રહ્યા છે. નારાજ પણ છે. હકીકતે તારા પોતાના આ વીડિયોમાં નમાજ પઢતી જોવા મળી રહી છે અને આ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ જ નારાજ છે. લોકોએ માહી વિજની દીકરી તારાના આ વીડિયો પર પોતાનો ગુસ્સો બતાવ્યો છે.

જય ભાનુશાલી અને માહી વિજ તે પેરેન્ટ્સમાંથી નથી જે પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવા માગે છે. માહી ઘણીવાર પોતાની લાડકી દીકરીની તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે શૅર કરતી રહે છે. તેમે પોતાની દીકરી તારાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવી રાખ્યું છે અને આ લેટેસ્ટ વીડિયો ત્યાં શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો શૅર કરતા કૅપ્શનમાં લખવામાં આવ્યું છે- શુકરાન. આ વીડિયો પર લોકો નેગેટિવ કોમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં તારા જમીન પર બેસીને નમાજ પઢતી જોવા મળી રહી છે. ક્યારેક તે માથું નમાવતી જોવા મળી તો ક્યારેક પોતાના બન્ને હાથેથી આંખો ઢાંકતી. નમાજ પઢતી હોય તેવો તારાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. મોટી સંખ્યામાં લોકો આ વીડિયોની ટીકા કરતા પણ દેખાય છે.

લોકોએ કર્યો સવાલ- તમે તમારી દીકરીને આ બધું શું શીખવી રહ્યા છો?
એક યૂઝરે કહ્યું, "તમારા નાટકનો ભાગ દીકરીને ન બનાવો." અન્યએ કહ્યું, આજ સુધી મને તારાનો દરેક વીડિયો સારો લાગ્યો છે, પણ આ બેકાર અને નિરાશાજનક છે, તમે તમારી દીકરીને આ બધું શું શીખવી રહ્યા છો. અન્યએ કહ્યું- દરેક ધર્મનું સન્માન કરો, પણ જીવો તેને જ જેમાં તમારો જન્મ થયો છે. એક અન્ય યૂઝરે લખ્યું, અન્ય ધર્મ વિશે શીખવવું ખૂબ જ સારું છે, પણ આ પહેલા તેમને પોતાના ધર્મ અને વેદ વિશે શીખવવું જોઈએ, આ શું ડ્રામા છે.

અનેક લોકોએ કર્યો આ વીડિયો પર માહી અને જયને સપૉર્ટ
જો કે, આ વીડિયો પર અનેક એવા પણ લોકોએ કોમેન્ટ કરી છે જે એમ કહી રહ્યા છે આ હોય છે સંસ્કાર જે માહી વિજ પોતાની દીકરીને આપી રહી છે, બધાને આ વીડિયોમાંથી કંઈક શીખવું જોઈએ અને જો મા પોતાના બાળકને બાળપણથી જ દરેક ધર્મનું સન્માન કરતા શીખવે છે તો તે મોટા થઈને હિન્દૂ-મુસ્લિમ ભેદભાવ નહીં કરે.

માહી વિજે ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
આની તરત બાદ માહી વિજે તેની દીકરીના વીડિયોને ટીકા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપતા વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પોતાની દીકરી સાથે તે મંદિરમાં ગઈ છે તે જોવા મળે છે. માહીએ લખ્યું છે, "આ એ બકવાસ લોકો માટે છે જેમણે ધર્મનો મજાક બનાવી દીધો છે. તમે તારાને અનફૉલો કરી શકો છો, તેને હેટર્સની જરૂર નથી. એક મા તરીકે હું જાણું છું કે હું મારા સંતાનને શું શીખવી રહી છું. હિન વિચાધારાવાળા લોકોને ગુડ લક, જીવન જીવવા દો. આટલા બધા હેટર્સને જોઈને દુઃખ થઈ રહ્યું છે તે મારી દીકરીની ચિંતા ન કરે, પોતાના બાળકોને શીખવે."

jay bhanushali mahhi vij television news indian television entertainment news