27ના લગ્ન કરવાની છે 'જસ્સી જેસી કોઈ નહીં' ફેમ મોના સિંહ, જાણો વિગત...

25 December, 2019 06:14 PM IST  |  Mumbai Desk

27ના લગ્ન કરવાની છે 'જસ્સી જેસી કોઈ નહીં' ફેમ મોના સિંહ, જાણો વિગત...

'જસ્સી જેસી કોઈ નહીં' ફેમ મોના સિંહ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. ફિલ્મી જગતમાં તેના લગ્નની ચર્ચા વધી ગઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે મોના સિંહ શુક્રવારે એટલે કે 27 ડિસેમ્બર 2019ના લગ્ન કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઇન્વેસ્ટમેન્ટ બૈંકર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

લગ્નને લઈને હજી વધારે માહિતી સામે આવી નથી
વેબસાઇટ બૉમ્બે ટાઇમ્સની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીવી એક્ટ્રેસ 27 ડિસેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યા છે અને 26 તારીખે પ્રી-વેડિંગ સેરેમની પણ હશે, જેમાં તેના ખાસ લોકો હાજર રહેશે. લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓને જ બોલાવવામાં આવ્યા છે અને તે લગ્નમાં સામેલ થશે. પહેલા પણ મોનાના લગ્નને લઈને ચર્ચાઓ થઈ હતી, પણ મોના સિંહે ત્યારે આ ચર્ચાને નકારી દીધી હતી.

જ્યારે આ પહેલા તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું તો તેણે કહ્યું હતું કે તે અત્યારે લગ્ન નથી કરી રહી અને પોતાની લાઇફને લઈને કોઇ નિર્ણય લેશે તો તેના ચાહકોને જણાવશે. જો કે, હવે લગ્નની ચર્ચાઓ થઈ રહી છે અને તેણે પબ્લિકલી આ બાબતની માહિતી નથી આપી અને તે દરમિયાન તેણે કહ્યું હતું કે તે જ્યારે લગ્ન કરશે તો ખુશી ખુશી બધાંને આ વાતની માહિતી આપશે.

મોના સિંહ સોની ટીવી પર આવતી સીરિયલ 'જસ્સી જેસી કોઇ નહીં'થી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ સિવાય અભિનેત્રીએ ફેમસ શૉ 'ક્યા હુઆ તેરા વાદા', 'પ્યાર કો હો જાને દો' અને 'કવચ... કાલી શક્તિયોં સે'માં પણ દેખાઇ ચૂકી છે. આ સિવાય મોનાએ વેબસીરીઝ 'કહેને કો હમસફર હૈં', 'મિશન ઓવર માર્સ'માં પણ કામ કર્યું છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ આમિર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં પણ દેખાવાની છે.

mona singh television news bollywood