..તો આટલી મહેનત બાદ તૈયાર થતી હતી રામાયણની 'વાનર સેના', વાંચો આ સીક્રેટ

04 June, 2020 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

..તો આટલી મહેનત બાદ તૈયાર થતી હતી રામાયણની 'વાનર સેના', વાંચો આ સીક્રેટ

હનુમાન અને સુગ્રીવ

હાલ કોરોના વાઈરસના આતંકના લીધે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો પોતાના ઘરમા કેદ છે અને સરકારે પણ આ વાઈરસથી બચવા લૉકડાઉનનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં લોકો ઘરમાં કંટાળી ગયા છે. સાથે ટીવીની શૂટિંગ પણ બંધ, જેથી બધી જૂની સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. તેમ જ હાલ રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ રામાયણ સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે રામાયણ સીરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરી આ સીરિયલની શૂટિંગથી જોડાયેલા કિસ્સા અને રસપ્રદ વાતો ફૅન્સને કરી રહ્યા છે.

રામાયણ સીરિયલે ટીઆરપીના મામલામાં સુંદર પ્રદર્શન કર્યું છે. રામાનંદ સાગરના આ શૉને લૉકડાઉનમાં દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યોછે. કલાકારોના એક્ટિંગના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે. લક્ષ્મણના પાત્રમાં જોવા મળેલા સુનીલ લહરીએ આ સીરિયલથી જોડાયેલી અજાણી વાતો ફૅન્સ વચ્ચે શૅર કરી રહ્યા છે. તેઓ એપિસોડથી જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ જણાવી રહ્યા છે. હાલ સુનીલ લહરીએ વાત કરી છે રામાયણના વાનર સેનાની.

રામાયણમાં વાનર સેનાનો એક મહત્વનો રોલ હતો. રાવણની મજબૂત સેનાને આ વાનર સેનાએ જ ધૂળ ચટાડી હતી. એવામાં રામાનંદ સાગર વાનર સેનાને તૈયાર કરતી વખતે ઘણી વાતનું ધ્યાન રાખતા હતા. સુનીલ લહરી જણાવે છે કે વાનર સેનાનો મેકઅપ કરવો એ એક મોટો પડકાર હતો.

સુનીલ લહરી જણાવે છે કે વાનર સેના ઘણી મોટી હતી, એવામાં બધાને તૈયાર કરવું ઘણું મુશ્કેલ હતુ. મેકઅપ કરતા સમયે લિપસ્ટિક કરીને બધા વાનરોના લિપ્સ બનાવતા હતા. એમના મુજબ કલાકારોને વાનર રૂપ આપવા માટે બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે એમણે કહ્યું કે બોલને બે ટૂકડામાં કાપીને કલાકારોના ચહેરા પર ચોંટાડવામાં આવતા હતા. આવું કરવાથી જ તેઓ વાનર જેવા દેખાતા હતા.

આ પણ વાંચો : આવી રીતે હનુમાને પોતાના ખભા પર રામ-લક્ષ્મણને બેસાડીને કરી હતી શૂટિંગ

આવો મેકઅપ કરીને તૈયાર કરવામાં આવેલા વાનર સેનાને જોઈને સુનીલ લહરી પોતાની હસીને રોકી નહોતા શકતા. એવામાં એમને ખાવા માટે ઘણું જોઈતું હતું. સુનીલ લહરી જણાવે છે કે સ્ટ્રો દ્વારા આ બધા વાનર કલાકારોને સતત જ્યૂસ અને સૂપ આપવામાં આવતું. આ બધા કલાકારોને મેકઅપ ન કાઢવાની અપીલ કરવામાં આવતી હતી.

ramayan television news tv show entertainment news