ફિટ રહેવા જિમમાં જવું કમ્પલ્સરી નથી

22 October, 2020 10:38 PM IST  |  Rajkot | Rashmin Shah

ફિટ રહેવા જિમમાં જવું કમ્પલ્સરી નથી

નમિશ તનેજા

દંગલ ચૅનલના સુપરહિટ શો ‘એ મેરે હમસફર’માં વેદ કોઠારીનું કૅરૅક્ટર કરતા લીડ સ્ટાર નમિશ તનેજા પોતાની હેલ્થ માટે બહુ સજાગ રહે છે. ખાસ કરીને કોવિડના આ પિરિયડમાં જરા સરખી પણ બેદરકારી તે પોતાની હેલ્થ માટે રાખતો નથી. નમિશે કહ્યું હતું, ‘લૉકડાઉને સમજાવ્યું કે જિમ બંધ થઈ જાય તો પણ હેલ્થને કેવી રીતે જાળવી રાખવી. હું લિફ્ટનો ઉપયોગ કરતો નથી અને કૅલેરી બર્ન કરવા માટે હું આપણા દેશી ડાન્સનો ઉપયોગ કરું છું. તમે જુઓ આપણા જે બધા ડાન્સ છે એમાં એટલી ફિઝિકલ મૂવમેન્ટ્સ હોય છે કે તમારી ત્રીસ મીનિટની કાર્ડિયો જેટલી કૅલેરી બર્ન થઈ જાય.’
લૉકડાઉન પછી તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે નમિશ દરરોજ સવારે પંદરથી વીસ મિનિટ આપણા બૉલીવુડ દેશી સૉન્ગ્સ પર ડાન્સ કરે છે. હેતુ તેનો એ જ છે કે બિનજરૂરી કૅલેરી બર્ન થાય.

television news