રજનીકાંતનો બૅયર ગ્રિલ્સ સાથેનો શો જોઇ શકશો માર્ચમાં, પ્રોમો લોન્ચ થયો

27 February, 2020 05:29 PM IST  |  Bengaluru | Mumbai

રજનીકાંતનો બૅયર ગ્રિલ્સ સાથેનો શો જોઇ શકશો માર્ચમાં, પ્રોમો લોન્ચ થયો

ડિસ્કવરી ચેનલનાં લોકપ્રિય શો 'ઇન ટૂ ધી વાઇલ્ડ વિથ બૅયર ગ્રિલ્સ'માં નરેન્દ્ર મોદીને જોયા પછી આ શોની પૉપ્યુલારીટી આભે આંબી છે. હવે આ શોમાં બૅયર સાથે જોવા મળશે સુપર સ્ટાર રજનીકાંત. આ શો શુટ તો થઇ ગયો છે અને તેનો ફર્સ્ટ લુક પણ થોડા દિવસ પહેલા જાહેર કરાયો છે પરંતુ હવે આ શો ક્યારે રિલીઝ થશે તેની તારીખ જાહેર કરાઇ છે. રજનીકાંત સાથે બૅયર ગ્રિલ્સની જંગલની મુલાકાત 23મી માર્ચ, સોમવારના રોજ સાંજે 8 વાગ્યે જોવા મળશે. આજે આ વિશેષ એપિસોડનો પ્રોમો રિલીઝ કરાયો છે. 

 રજનીકાંતે પોતાના સિનેમાના કરિયારનાં 43 વર્ષ પછી નાના પડદે દેખા દીધી છે. પોસ્ટરમાં રજનીકાંત અને બૅયર ગ્રિલ્સ બહુ એડવેન્ચરસ મિજાજમાં દેખાઇ રહ્યા છે. 15 સેકન્ડનાં મોશન પોસ્ટરમાં રજનીકાંત ગ્રિલ્સની સાથે જંગલમાં એક ઑફ રોડ કારનાં બોનેટ પર આરામ ફરમાવતા પણ દેખાય છે. બૅયર ગ્રિલ્સે થોડા વખત પહેલા આ મોશન પોસ્ટર પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યુ અને લખ્યું હતું કે તેમણે અગાઉ ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે પણ રજનીકાંત સાથેને અનુભવ જુદા જ સ્તરનો રહ્યો.

જાન્યુઆરીમાં બાંદીપુર ટાઇગર રિઝર્વમાં આ શુટિંગ કરવા માટેની જરૂરી તપાસ કરાઇ અને ત્યાર બાદ વન વિભાગની અનુમતિ લેવામાં આવી. બાંદીપુર ટાઇગર રિઝર્વ 874 કિલોમિટરમાં ફેલાયેલો નેશનલ પાર્ક છે જેની સ્થાપના 1941માં થઇ હતી. કર્ણાટકની રાજધાની બૅંગાલુરુથી આ અભયારણ્ય 220 કિલોમિટરના અંતરે દક્ષિણ પશ્ચિમ તરફે આવેલું છે. આ ટાઇગર રિઝર્વમાં વાઘ ઉપરાંત એશિયાઇ હાથીઓ, દીપડા, બોનટ મૈકાક, બાર્કિંગ ડિયર્સ અને ભારતિય પિપિસ્ટ્રેલનો સમાવેશ થાય છે. રજનીકાંતે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ડિસ્કવરી ચેનલ અને બૅયર ગ્રિલ્સનો આભાર માન્યો હતો અને આ અનુભવ રસપ્રદ રહ્યો તેમ વ્યક્ત કર્યુ હતું.

 

bengaluru television news