કુલ્ફી કુમાર બાજેવાલામાં મહત્વના પાત્રની એન્ટ્રી

05 December, 2019 11:20 AM IST  |  Mumbai

કુલ્ફી કુમાર બાજેવાલામાં મહત્વના પાત્રની એન્ટ્રી

રાધિકા વિદ્યાસાગર

સ્ટાર પ્લસ પર ગયા  વર્ષે માર્ચ મહિનામાં શરૂ થયેલો મ્યુઝિકલ ડ્રામા ટેલીવીઝન શો ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ દર્શકોમાં ખાસો લોકપ્રિય છે. મેકર્સ દર્શકોને જકડી રાખવા માટે રસપ્રદ વળાંકો પણ રજૂ કરતા રહે છે. હાલ સીરીયલના નાયક સિકંદરની હાલત કફોડી છે.
તે જીમ્મી સામેનો બદલો વાળવા ફતેહને કિડનેપ કરે છે તેનાથી દર્શકો વાકેફ છે, પણ હવે સિકંદરની શારિરીક હાલત નબળી છે અને ફતેહની માતા અને જિમ્મીની પહેલી પત્ની હવે મેદાનમાં આવવાની છે. તેના થકી સિકંદરને તેમની નબળી આર્થિક સ્થિતિ વિશે જાણ થાય છે. આ પત્નીનું પાત્ર અભિનેત્રી રાધિકા વિદ્યાસાગર ભજવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સિકંદરને જિમ્મી અને ફતેહની નબળી ફાઈનાન્શિયલ હાલતની ખબર પડશે અને ખ્યાલ આવશે કે ફતેહના કિડનેપ પછી તે માનસિક આઘાત હેઠળ હતો. સિકંદર તેમના માટે દુઃખ અનુભવશે અને તેમને ફન્ડ આપવાનું નક્કી કરશે.

star plus